ટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાન: BSP પાર્ટીએ સમર્થન આપવા માટે શરત રાખી, કોને ટેકો જાહેર કરશે ?

Text To Speech
  • બહુજન સમાજ પાર્ટીએ રાજસ્થાનમાં સમર્થન આપવાની શરત મૂકી છે. હવે 3 ડિસેમ્બરે પરિણામ જાહેર થયા બાદ પાર્ટી કોની સાથે જશે તે જોવાનું રસપ્રદ રહેશે.

રાજસ્થાન, 02 ડિસેમ્બર: રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની મત ગણતરી 3જી ડિસેમ્બર એટલે કે રવિવારે થશે. આ પહેલા બહુજન સમાજ પાર્ટીના રાજ્ય એકમે એક મોટી જાહેરાત કરી છે. એક તરફ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બહુમત ન મળવાના મામલામાં અપક્ષોના દરવાજા ખટખટાવી રહી છે તો બીજી તરફ બસપાની તાજેતરની જાહેરાત તેમના માટે રાહતના સમાચાર બની શકે છે.

  • બસપાના રાજસ્થાન એકમના પ્રમુખ ભગવાન સિંહ બાબાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાર્ટીએ રાજ્યમાં સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી લડી હતી અને આ વખતે 6થી વધુ ઉમેદવારો વિજયી બનશે.

ભગવાન સિંહે આરોપ લગાવ્યો કે 2008 અને 2018ની ચૂંટણી બાદ કોંગ્રેસે બસપાને દગો આપ્યો હતો. અમારા ધારાસભ્યોએ તેમણે ખરીદી લીધા હતા. તેમણે કહ્યું કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ સ્પષ્ટ કરી દીધું છે કે આ વખતે તેઓ કોઈને પણ બિનશરતી સમર્થન નહીં આપે. જો વિજેતા ઉમેદવારોને કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે તો જ તે કોઈપણ પક્ષને સમર્થન આપશે.

કયા પક્ષને સમર્થન આપવા ઈચ્છે છે પાર્ટી ?

પરિણામ પછી બસપા કયા પક્ષને સમર્થન આપવા ઈચ્છે છે તે હજી સ્પષ્ટ નથી કહ્યું પરંતુ જે રીતે ભગવાન સિંહે વર્તમાન શાસક પક્ષ પર ધારાસભ્યોને ખરીદવાનો આરોપ લગાવ્યો છે, તેના પર થી સ્પષ્ટ સંકેત છે કે રાજ્યમાં બસપા પણ ભાજપને સમર્થન આપી શકે છે. ઉલ્લેખનીય છે કે 2018ની વિધાનસભા ચૂંટણીમાં BSPના 6 ઉમેદવારો જીતીને સદનમાં પહોંચ્યા હતા અને માયાવતીએ અહીં કોંગ્રેસને સમર્થન આપ્યું હતું પરંતુ બાદમાં તમામ ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા હતા.

વિધાનસભા ચૂંટણીના પરિણામ આવે તે પહેલાં બસપાના આ પગલાથી કોંગ્રેસ અને ભાજપને રાહત મળી છે તો બીજી તરફ શરતી સમર્થન આપવાના મામલે પણ બંને પક્ષોની ખેંચતાણ વધી છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે જનતા BSPને કિંગમેકરની ભૂમિકામાં લાવશે કે નહીં. કારણ કે 2023ની ચૂંટણી માટેના એક્ઝિટ પોલમાં BSP ખાતું નહીં ખોલે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે .

આ પણ વાંચો: PM સહિત સેલિબ્રિટીઓ વિશે ફેક ન્યૂઝ ફેલાવતી 9 YouTube ચેનલ પર કાર્યવાહી

Back to top button