રાજસ્થાન વિધાનસભા ચૂંટણી: ભાજપે 41 ઉમેદવારોની યાદી જાહેર કરી


- રાજસ્થાન ભાજપ ઉમેદવારોની સૂચિ 2023: રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે, ભાજપે તેની પ્રથમ યાદી બહાર પાડી છે. પાર્ટીએ તેની પ્રથમ યાદીમાં 41 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023: રાજસ્થાનની 200 વિધાનસભા બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે ભાજપે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે 41 ઉમેદવારોને ટિકિટ આપી છે, જેમાં ભાજપે રાજસ્થાનમાંથી સાત સાંસદોને પણ મેદાનમાં ઉતાર્યા છે. વસુંધરા રાજેના નજીકના હરીફ નરપત સિંહ રાજવીની ટિકિટ રદ કરીને ભાજપે વિદ્યાધર નગરથી દિયા કુમારીને મેદાનમાં ઉતાર્યા છે.
આ સાંસદોને મળી ટિકિટઃ
ભાજપે વિદ્યાધરનગરથી સાંસદ દિયા કુમારી, રાજ્યસભાના સાંસદ કિરોડીલાલ મીણા, બીજેપી સાંસદ ભગીરથ ચૌધરી, બીજેપી સાંસદ બાલકનાથ, બીજેપી સાંસદ નરેન્દ્ર કુમાર, જોતવારાથી બીજેપી સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને બીજેપી સાંસદ દેવજી પટેલને ટિકિટ આપી છે.
જુઓ પૂરુ લિસ્ટ:
भाजपा केन्द्रीय चुनाव समिति ने राजस्थान में होने वाले आगामी विधानसभा चुनाव 2023 के लिए निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। pic.twitter.com/tBvgTH0fHC
— BJP Rajasthan (@BJP4Rajasthan) October 9, 2023
આ પણ વાંચો: MP વિધાનસભા ચૂંટણી: BJPએ 57 ઉમેદવારોની યાદી જાહેર કરી