ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારતીય વાયુસેનાનું UAV એરક્રાફ્ટ જેસલમેરના પિથલા વિસ્તારમાં ક્રેશ થયું

Text To Speech
  • આ ઘટના રાજસ્થાનના જેસલમેરના પિથલા વિસ્તાર બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન સરહદી વિસ્તારો પર નજર રાખી રહ્યું હતું

જેસલમેર, 25 એપ્રિલ: જેસલમેર પાસે એરફોર્સનું એક પ્લેન ક્રેશ થવાના સમાચાર છે. આ અકસ્માત જેસલમેરથી લગભગ 25 કિલોમીટર દૂર પિથલા ગામ પાસે થયો હતો. અહીં દૂર-દૂર સુધી કાટમાળ પથરાયેલો છે. મળતી માહિતી અનુસાર, જેસલમેરના સિપલા ગ્રામ પંચાયતના બાલ કી ધાની પાસે આજે સવારે ભારતીય વાયુસેનાનું એક જાસૂસી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જોકે, આ પ્લેન નિર્જન વિસ્તારમાં ક્રેશ થયું હતું જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી.

ધડાકાનો અવાજ સંભળાતાં લોકો ઘટના સ્થળે દોડ્યા

અચાનક ઘટના સ્થળે આસપાસના લોકોએ જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો. અચાનક રિકોનિસન્સ પ્લેન જમીન સાથે અથડાયું અને આગના ગોળામાં ફેરવાઈ ગયું. આ ઘટનાની માહિતી મળતાં જ ખુખરી પોલીસ સ્ટેશનના અધિકારી પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વાયુસેનાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ બાબતે તપાસ ચાલુ છે.

ક્રેશ થયા બાદ વિમાન બળીને રાખ થઈ ગયું

એરફોર્સના જાસૂસી વિમાનમાં ક્રેશ થયા બાદ આગ લાગી હતી. થોડી જ વારમાં આ પ્લેન સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.

 

ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ વિમાન ક્રેશ થયાની માહિતી આપી છે. એરફોર્સના જણાવ્યા અનુસાર ક્રેશ થયેલું પ્લેન રિમોટ કંટ્રોલ એરક્રાફ્ટ હતું. તે આજે જેસલમેર નજીક નિયમિત તાલીમ ઉડાન દરમિયાન ક્રેશ થયું હતું. અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીની રચના કરવામાં આવી છે.

આ પણ વાંચો: પટનામાં JDU નેતા સૌરભ કુમારની ગોળી મારીને હત્યા, સ્થાનિક લોકોનો હોબાળો

Back to top button