ટોપ ન્યૂઝનેશનલ

રાજસ્થાન : એરફોર્સનું MiG-21 ફાઈટર પ્લેન ક્રેશ, બે લોકોના મોત, જાણો કેવી રીતે થયો અકસ્માત

Text To Speech

રાજસ્થાનના હનુમાનગઢમાં ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઈટર એરક્રાફ્ટ ક્રેશ થયું હોવાના અહેવાલ સામે આવ્યો છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે. પોલીસનું કહેવું છે કે આ અકસ્માતમાં પાયલોટ સુરક્ષિત છે.

ભારતીય વાયુસેનાનું વિમાન થયું ક્રેશ

ભારતીય વાયુસેનાનું એક મિગ 21 ફાઇટર એરક્રાફ્ટ આજે સવારે હનુમાનગઢ જિલ્લાના એક ગામમાં ક્રેશ થયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્લેનનો પાયલોટ સુરક્ષિત છે પરંતુ દુર્ઘટનામાં ઓછામાં ઓછા બે ગામવાસીઓના મોત થયા છે. હનુમાનગઢ જિલ્લા કલેક્ટર રૂકમણી રિયારે જણાવ્યું કે ભારતીય વાયુસેનાનું મિગ 21 વિમાન હનુમાના એક ગમમાં ક્રેશ થયું હતું. તેમણે કહ્યું કે આ ઘટનામાં પાઈલટ સુરક્ષિત છે. અધિક પોલીસ અધિક્ષક જસારામ બોઝે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા બે નાગરિકોના મોત થયા છે. મૃતકોની સંખ્યા વધી શકે છે.

પાયલોટે સમયસર છલાંગ લગાવી હતી

મળતી માહીતી મુજબ ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઇટર એરક્રાફ્ટ (MIG-21 ક્રેશ) આજે સવારે રાજસ્થાનના હનુમાનગઢ નજીક ક્રેશ થયું હતું. આ ઘટનામાં પાયલોટે પેરાશૂટની મદદથી પ્લેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. જો કે, હેલિકોપ્ટર એક મકાન સાથે અથડાયું હતું, જેના પરિણામે એક મહિલા અને એક પુરુષનું મોત થયું હતું. હાલમાં આ અંગે વાયુસેના તરફથી કોઈ પુષ્ટિ મળી નથી.

છત પર અનેક લોકો હતા હાજર

ઘટના અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનું કહેવું છે કે પાયલટને એરલિફ્ટ કરવામાં આવ્યો છે. પાયલોટ માટે એરફોર્સનું Mi 17 મોકલવામાં આવ્યું છે. મિગ-21 જ્યાં પડ્યું તે છત પર ત્રણ મહિલાઓ અને એક પુરુષ હાજર હતા. જેમાં એક મહિલા અને એક પુરૂષનું મોત થયું હતું. ત્યારે બે મહિલાઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહી છે.

 આ પણ વાંચો : વાપીમાં સરાજાહેર ખેલાયો ખુનીખેલ, ભાજપ ઉપપ્રમુખની જાહેરમાં હત્યાથી ખળભળાટ

Back to top button