ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આ તારીખથી રાજસ્થાનના 45000 ગામડા બંધ રહેશે, કોઈને પણ બહાર નીકળવા દેશે નહીં

Text To Speech

જયપુર, 9 જાન્યુઆરી 2025: રાજસ્થાનના અનેક ગામડામાં આવનારા દિવસોમાં ખેડૂત આંદોલનની મોટી અસર જોવા મળી શકે છે. દેશભરમાં લગભગ ત્રણ ચાર વર્ષથી ખેડૂત આંદોલન ચાલી રહ્યા છે. ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર પાકને ખરીદ અને ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યા હતા. કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદાને તો પાછા લઈ લીધા પણ એમએસપી પર પાકની ખરીદી પર કાયદો નથી બનાવ્યો. ત્યાર બાદ સતત દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલન ચાલી રહ્યા છે.

રાજસ્થાનના હજારો ગામડામાં 29 જાન્યુઆરીએ હડતાળ

તમામ આંદોલનની અસર રાજસ્થાનમાં પણ દેખાઈ શકે છે. કારણ કે ખેડૂત મહાપંચાયત દ્વારા 29 જાન્યુઆરીના રોજ રાજસ્થાનના ગામડા બંધ કરવાનું આંદોલન કરવામાં આવશે. આ દરમ્યાન રાજસ્થાનના તમામ ગામડાઓ બંધ રહેશે. ગામનો કોઈ પણ વ્યક્તિ ગામની બહાર જઈ શકશે નહીં. ન કોઈ રેલાગાડી ચાલશે, ન કોઈ વાહનનો ઉપયોગ કરશે. જો કે ઈમરજન્સી સ્થિતિમાં બંધ આંદોલન લાગૂ થશે નહીં.

રાજસ્થાન માટે આ પ્રથમ પ્રયોગ

ખેડૂત મહાપંચાયત અનુસાર, 29 જાન્યુઆરીએ ગામની પ્રોડક્ટ ગામમાં જ રહેશે, કોઈ તેને વેચવા માટે બહાર જશે નહીં. જો કોઈ ગામમાં આવીને માલ ખરીદવા માગો તો તેને ગામમાં જ માલ વેચી શકશે. ખેડૂત મહાપંચાયતના રાષ્ટ્રીય અધ્યક્ષ રામપાલ જાટ અનુસાર, ગામ બંધ આંદોલન 29 જાન્યુઆરીથી કરવામાં આવશે. આ રાજસ્થાન માટે પ્રથમ પ્રયોગ છે.

શું ખેડૂતો ગામની બહાર જઈ શકશે નહીં

આ એવું આંદોલન છે, જે ક્યારેય ફેલ નહીં થાય અને તેના માટે ખેડૂતો પાસે રીતસરનું સંકલ્પ પત્ર પણ ભરાવાનું શરુ કરી દીધું છે. તેમણે જણાવ્યું કે, આંદોલન અંતર્ગત અમે સરકારને એ બતાવવા માગીએ છીએ કે, જો ગામડાના ખેડૂતો બહાર ન જાય તો આપ મજબૂર થઈને તેમની પાસે ખુદ આવશો. ખેતી વિના કોઈના પણ કામ થશે નહીં. તેમણે જણાવ્યું કે, રાજસ્થાનના હજારો ગામડામાં આ આંદોલનની અસર દેખાશે.

આ પણ વાંચો: અમેરિકાથી વિશ્વભરના હિન્દુઓ માટે આવ્યા ગૌરવપૂર્ણ સમાચાર, જાણો શું છે

Back to top button