પોર્નોગ્રાફી કેસ પર રાજ કુન્દ્રાએ કહ્યું, મારી પત્ની અને બાળકોને પ્લીઝ છોડી દો
- પોર્નોગ્રાફી કેસના વિવાદમાં જ્યારે શિલ્પા શેટ્ટીનું નામ આવ્યું ત્યારે રાજે વર્ષો સુધી મૌન જાળવ્યું હતું. રાજ કુન્દ્રાએ હવે વર્ષો પછી મૌન તોડ્યું છે
HD ન્યુઝ ડેસ્કઃ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાના નામ લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલા છે. રાજ કુન્દ્રા અશ્લીલ ફિલ્મો અને કન્ટેન્ટ બનાવવાથી લઈને મની લોન્ડરિંગ સુધીના કેસનો સામનો કરી રહ્યા છે. જેના કારણે આ મામલામાં શિલ્પા શેટ્ટીનું નામ પણ જોડવામાં આવે છે, જેના પર રાજ કુન્દ્રાએ હવે વર્ષો પછી મૌન તોડ્યું છે. પોર્નોગ્રાફી કેસના વિવાદમાં જ્યારે તેની પત્ની શિલ્પા શેટ્ટીનું નામ આવ્યું ત્યારે રાજે વર્ષો સુધી મૌન જાળવ્યું હતું, જેના પર હવે તેણે પ્રતિક્રિયા આપી છે.
રાજ કુન્દ્રાએ પોર્નોગ્રાફી કેસમાં સામેલ હોવાનો ઈન્કાર કર્યો
ANIને આપેલા ઈન્ટરવ્યુમાં રાજ કુન્દ્રાએ વર્ષો પછી પોર્નોગ્રાફી કેસ પર મૌન રહેવા વિશે કહ્યું કે, ક્યારેક ચૂપ રહેવું સારું છે, પરંતુ જ્યારે પરિવાર અને પરિવારના સભ્યો તેમાં સામેલ હોય ત્યારે મને લાગે છે કે આ મુદ્દે વાત કરવી જોઈએ. જ્યારે હું ચૂપ રહું છું ત્યારે લોકો વિચારે છે કે હું કંઈક છુપાવી રહ્યો છું, પરંતુ લોકોને સત્ય જણાવવું જોઈએ.
#WATCH | Mumbai: Businessman Raj Kundra says “Shilpa Shetty has earned such a big name for herself here, she has worked so hard, it is so unfair that the controversy is mine and you are involving my wife’s name, why because you get a clickbait, if you put the name of Shilpa… pic.twitter.com/FTGjN7gKQE
— ANI (@ANI) December 17, 2024
રાજ કુન્દ્રાએ પોર્નોગ્રાફી ફિલ્મો બનાવવાના તેમના પર લાગેલા આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. તેણે કહ્યું છે કે તે કોઈ પણ પ્રકારની પોર્નોગ્રાફી, કોઈ પ્રોડક્શન કે પોર્ન સંબંધિત કોઈપણ કામનો ભાગ નથી રહ્યો અને તે પોતાના માટે ન્યાય ઈચ્છે છે જેના માટે તે છેલ્લા 3 વર્ષથી કાનૂની લડાઈ લડી રહ્યો છે. આ બાબતમાં મારી પત્ની શિલ્પા શેટ્ટી અને મારા પરિવારનું નામ ખેંચવું ખૂબ જ દુઃખદ છે અને હું ઈચ્છું છું કે મીડિયા આવું ન કરે. કુન્દ્રાએ કહ્યું કે શિલ્પા શેટ્ટીએ દેશમાં ખૂબ નામ કમાયું છે, તેણે ખૂબ મહેનત કરી છે. એ યોગ્ય નથી કે મારી સાથેના વિવાદમાં મારી પત્નીનું નામ સામેલ કરવામાં આવે.
જો તમે શિલ્પાનું નામ નાખો છો તો તમને મસાલો મળે છે. શિલ્પાના પતિના નામ સાથે તમને વધુ વ્યુઝ મળશે, તે વાત વાયરલ થશે. પણ તમે એ વ્યક્તિની પ્રતિષ્ઠાને કલંકિત કરી રહ્યા છો જેને કોઈની સાથે કોઈ લેવાદેવા નથી, તમે તેનું નામ લઈને શા માટે તેની પ્રતિષ્ઠાને કલંકિત કરો છો.
લોકો શિલ્પાની પ્રતિષ્ઠા બગાડી રહ્યા છે
તેણે આગળ કહ્યું કે, “હું તેનો પતિ છું, તમે સીધા મારી પાસે આવી શકો છો… હું 15 વર્ષથી અહીં છું, એક આઈપીએલ ટીમના માલિકથી લઈને એક બિઝનેસમેન સુધી મેં ભારતમાં ઘણું રોકાણ કર્યું છે, તેથી મને નથી લાગતું કે આ કોઈ મને નહીં જાણતું હોય, પરંતુ આ રીતે કોઈની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવી ખોટું છે. તમે મારા વિશે બોલો, પરંતુ મારી પત્ની અને મારા પરિવાર વિશે ન બોલો. તેણે દેશ માટે ઘણું કર્યું, તમે મારા કોઈપણ વિવાદમાં તેનું નામ ઉમેરીને તેની પાસેથી આ બધું છીનવી ન શકો.
આ પણ વાંચોઃ શક્તિ કપૂરનું અપહરણ કરવાનુ કાવતરું? આ રીતે બચ્યા અભિનેતા