ટ્રેન્ડિંગમનોરંજન

દીકરાને પડેલી તકલીફો અંગે રાજ કુન્દ્રાનું છલકાયું દુ:ખ, કહ્યું- જેલમાં હતો ત્યારે…

મુંબઈ, 28 ફેબ્રુઆરી: 2021નું વર્ષ શિલ્પા શેટ્ટી માટે દુઃસ્વપ્નથી ઓછું ન હતું. તેના પતિ રાજ કુન્દ્રાની એડલ્ટ ફિલ્મ બનાવવા અને તેને એપ પર કથિત રીતે અપલોડ કરવા બદલ ધરપકડ કરાઈ હતી. અને બે મહિનાની જેલની સજા ભોગવી હતી. પરંતુ શિલ્પા અને રાજના દીકરા વિયાન પર આની ઊંડી અસર પહોંચી છે. આ વાત ખુદ રાજ કુન્દ્રાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવી હતી. જ્યારે રાજ કુન્દ્રા જેલના સળિયા પાછળ હતો ત્યારે વિયાનની ઉંમર માત્ર 10 વર્ષની હતી. શરૂઆતમાં શિલ્પાએ સંભાળી લીધું હતું, પરંતુ રાજ લાંબા સમય સુઘી ઘરે ન આવ્યો તો દીકરો અવારનવાર પૂછતો કે, ડેડ ક્યાં છે..?

રાજે દીકરાથી દૂર રહેવાની મુશ્કેલ ઘડી વિશે વાત કરી

ઈન્ટરવ્યૂમાં રાજ કુન્દ્રાએ દીકરા વિયાનના પડી ભાંગવાના દુ:ખ વિશે વાત કરતાં કહ્યું કે, વિયાને તેની મમ્મીને પૂછ્યું કે શું થયું છે, તો શિલ્પાએ કહ્યું કે, તારા પાપાને કેટલાક સવાલોના જવાબ આપવાના છે, તે તરત જ કામ પતાવીને પાછા ફરશે. શિલ્પાએ વિયાનની સ્કૂલમાં પણ વાત કરી હતી. ભગવાન જાણે પેરેન્ટ્સ પોતાના બાળકોને શું બતાવતા રહે છે. પણ વિયાનને સ્કૂલમાં ટોણા સાંભળવા પડતા. રાજે કહ્યું કે, તે ખૂબ સ્ટ્રોન્ગ બાળક છે. વિયાન કઈ પણ ડ્રો કરતો અને મને જેલમાં મોકલતો. સાથે લખતો કે, પાપા મિસિંગ યૂ. કામ જલ્દી પતાવીને પાછા આવો.

થોડા દિવસ બાદ વિયાન એકદમ પડી ભાંગ્યો હતો

રાજ કુન્દ્રાએ મુશ્કેલ ઘડી વિશે વાત કરતાં આગળ કહ્યું કે, વિયાને પહેલા બે-ત્રણ સપ્તાહ તો સારા વિતાવ્યા, પરંતુ 9 સપ્ટેમ્બરે જ્યારે મારો જન્મદિવસ હતો, ત્યારે વાતચીત કરતા તેના ગળે ડૂમો ભરાઈ ગયો અને અંદરથી તૂટી પડ્યો હતો. જેલ એવી જગ્યા છે, જ્યાં તમે તમારા ઈમોશન્સ છૂપાવી શકતા નથી. લોકો તમારી મજાક ઉડાવે છે અને તમારો ફાયદો ઉઠાવે છે. એવા સમયે મારે ચાદર ઓઢીને રડવું પડ્યું હતું.

વિયાન માટે હું તેનો હીરો હતો, તે જાણતો હતો કે તેના પિતા ક્યારેય કંઈ ખોટું નહીં કરે, કારણ કે કંપની તેના નામે છે. તે અમારા બધા માટે દુઃસ્વપ્ન હતું. મહત્ત્વનું છે કે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના લગ્ન વર્ષ 2009માં થયા હતા. વિયાન સિવાય તેમને એક પુત્રી સમિષા પણ છે, જેનો જન્મ સરોગસી દ્વારા થયો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ રાજ કુન્દ્રાએ પોતાને લાંબા સમય સુધી મીડિયાથી દૂર રાખ્યો હતો. તે તેના ચહેરા પર અલગ-અલગ માસ્ક પહેરીને બહાર જોવા મળતો હતો.

આ પણ વાંચો: શિલ્પા શેટ્ટીને એરપોર્ટ પર ચાહકોએ આપી સરપ્રાઈઝ, જૂઓ વીડિયો

Back to top button