- અમદાવાદ, રાજકોટ, જામનગર ભારે વરસાદની આગાહી
- લો પ્રેશર સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા વરસાદ આવશે
- રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા
ગુજરાતમાં 6 દિવસ વરસાદી માહોલ જામશે. જેમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકશે. આગામી 6 દિવસ રાજ્યમા વરસાદી માહોલ રહેશે. જેમાં આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. લો પ્રેશર સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા આગાહી છે.
વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા
અમદાવાદ, ખેડા, અરવલ્લી, પંચમહાલ, આણંદ અને મહીસાગરમાં વરસાદની આગાહી છે. ગુજરાતમાં પાછલા અમુક દિવસથી વરસાદે વિરામ લીધો છે. છૂટાછવાયાં સ્થળો પડેલા વરસાદને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં વરસાદે થોડા સમય માટે વિરામ લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પરંતુ હવે ફરીથી ગુજરાતમાં વાતાવરણ પલટાય તેવી તેમજ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા દેખાવા લાગી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના ટ્રૅકમાં થોડો ફેરફાર થતાં ગુજરાતમાં ફરી વાર મેઘમહેર જોવા મળી શકે છે.
અમદાવાદ, રાજકોટ, જામનગર ભારે વરસાદની આગાહી
આ બદલાવને કારણે ગુજરાતના વાતાવરણમાં ફરી એક વાર પલટો આવે તેવી અને કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે. ફેરફારને કારણે કેટલાક સ્થળોએ વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે. અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દિવ તથા સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચમાં વરસાદની આગાહી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણમાં વરસાદની આગાહી છે. મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, બોટાદમાં ભારે વરસાદની આગાહી છે.