ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો, અમદાવાદ સહિત સુરત, ભાવનગરમાં મેઘમહેર થઇ

Text To Speech

સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. જેમાં અમદાવાદ સહિત સુરત, ભાવનગરમાં પણ વરસાદ ખાબક્યો છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા રોગચાળાની ભીતી સેવાઇ રહી છે. હવામાન વિભાગ દ્વારા આપવામા આવેલી આગાહી મુજબ સુરત, ભાવનગર અને અમદાવાદ સહીત રાજ્યના અનેક પંથકોમાં વરસાદ શરુ થયો છે. જેને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Gujarat Rain
Gujarat Rain

સતત ત્રણ દિવસથી સાંજના સમયે મેઘરાજાએ હાજરી પુરાવી
વરસાદી સીસ્ટમ ફરીવાર કાર્યરત થતા ભાવનગરમા સતત ત્રણ દિવસથી સાંજના સમયે મેઘરાજાએ હાજરી પુરાવી જાય છે. ચોમાસાના અંતિમ દિવસોમા ભાવનગરમા છુટા છવાયા વરસાદી ઝાપટ વરસી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં આજે સાંજે એકાએક કાળાડિબાંગ વાદળો ચડી આવ્યા બાદ વાતાવરણમા પલટો આવ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે ઠંડા પવનો ફૂંકાવાનુ શરૂ થયા હતા. અને ત્યાર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

rain
rain

વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો
નવરાત્રી પર્વની સમાપ્તી બાદ આજે સતત ત્રીજા દિવસે સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. શુક્રવારે સવારથી જ આકાશમા વાદળોનો જમાવડો જોવા મળ્યો હતો જેના કારણે બપોર સુધી ગરમીનું પ્રમાણ રહ્યુ હતુ. પરંતુ મોડી સાંજે લગભગ એકાદ કલાક સુધી ખાબકેલા વરસાદના કારણે વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ હતી. જયારે અમદાવાદમાં સાંજના સમયે વરસાદી ઝાપટું શરુ થયું હતું. આ ઉપરાંત સુરતમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હવે ચોમાસું વિદાય થઇ રહ્યું છે ત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવતા અને વરસાદી માહોલ સર્જાતા લોકોને બિમારીનો ડર લાગી રહ્યો છે.

Back to top button