ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠામાં વિજળીના કડાકા ભડાકા સાથે ડીસા શહેરમાં વરસાદી માહોલ છવાયો,વરસાદ સાથે કરા પણ પડયા

Text To Speech

બનાસકાંઠા : બનાસકાંઠાના જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે બનાસકાંઠામાં વિજળીના કડાકા ભડાકા સાથે ડીસા શહેરમાં વરસાદી માહોલ છવાયો. વરસાદ સાથે ભારે પવન ફુંકાતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છવાયો છે.

વાતાવરણમાં પલટો આવતાં ખેડુતોની ચિંતામાં વધારો થયો..

બનાસકાંઠામાં જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ આવતા બનાસકાંઠાના ખેડુતોની ચિંતામાં વધારો થયો છે.વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળાં વાદળો ઘેરાયા ધુળની ડમરીઓ સાથે ડીસા શહેરમાં વરસાદી માહોલ છવાયો અને વાહનચાલકો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

ડીસામાં મેઘરાજાએ મજા મૂકી

સાથે આજે હોળીકા દહન કરવામાં આવી રહ્યું છે ત્યારે ડીસામાં મેઘરાજાએ મજા મૂકી.

વરસાદ સાથે કરા પણ પડયા

બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ સાથે નાના-નાના કરા પણ પડ્યા છે. સાથે ઘણા વર્ષો પછી આજે હોળીના દિવસે ભારે વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો :  અંબાજીમાં મોહનથાળની પ્રસાદી ફરી ચાલુ કરાવવા ‘આપ’ દ્વારા અપાયું આવેદનપત્ર

Back to top button