ગિરનાર પર્વત પર વરસાદી માહોલ, ભારે પવનને કારણે રોપ- વે સેવા રખાઈ બંધ
જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પરની રોપ-વે સેવા સતત બીજા દિવસે બંધ રાખવામાં આવી છે. ભારે પવન ફૂકાવાને કારણે રોપ-વે સેવા બંધ રાખવામાં આવી છે. મહત્વનું છે કે જૂનાગઢમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણની સાથે ભારે પવન પણ ફૂકાઈ રહ્યો છે. ત્યારે ભારે પવનને કારણે ગિરનાર પર્વત પર રોપ- વે સેવા બંધ રાખવામા આવી છે.
ગિરનાર પર્વત પર રોપ-વે સેવા બંધ
મળતી માહીતી મુજબ જૂનાગઢમા આવેલ ગિરનાર પર્વત પર આજે પણ રોપ- વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામા આવ્યો છે. ગઈ કાલે જૂનાગઢ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમા કમોસમી વરસાદ ખાબક્યો હતો. અને સાથે પવન પણ તેજ ગતિએ ફૂકાઈ રહ્યો હતો. ત્યારે આજે પણ જૂનાગઢમાં વાદળછાયા વાતાવરણની સાથે તેજ ગતિએ પવન ફૂકાઈ રહ્યો છે. જેના કારણે હાલ પૂરતી રોપ-વ સેવા બંધ રાખવામા આવી છે. જ્યારે પવનની ગતિ ધીમી થશે ત્યારે ફરીથી રોપ-વે સેવા કાર્યરત કરવામા આવશે.
યાત્રિકોની સલામતી માટે લેવાયો નિર્ણય
મહત્વનું છે કે ગિરનારમાં 65 કિમિની ઝડપે આજે પવન ફૂકાઈ રહ્યો છે. તેમજ ગિરનાર પર્વત પર આજે સવારથી વરસાદી માહોલ છવાયો છે. ત્યારે યાત્રિકોની સલામતી માટે રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામા આવ્યો છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રના શિવરાજપુર બ્લ્યુ ફ્લેગ બીચ ઉપર જવાનું વિચારતા હોવ તો આ ન્યુઝ વાંચી લેજો