અમદાવાદમાં પહેલાં નોરાતા પર જ વરસાદી માહોલ
એક તરફ નવરાત્રિમાં ખેલૈયાઓમાં 2 વર્ષ બાદ ગરબા રમવા માટેનો ઉત્સાહ છે ત્યારે અમદાવાદમાં આજે બપોરે કેટલાંક ભાગમાં વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે ગરબા પ્રેમીઓની ચિંતા વધી ગઈ છે.
આ પણ વાંચો : નવરાત્રિના પ્રથમ દિવસે જ સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ
બપોરના 12 વાગ્યાથી અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. જેમાં બાપુનગર, રખિયાલ, ઠક્કરનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જે સાથે જ હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહી સાચી પડી રહી છે. સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં પણ સવારથી વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે.
અમદાવાદ : નવરાત્રિના પહેલા જ નોરતાના દિવસે શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ
અમરાઈવાડી જશોદાનગર Ctm વટવા-ઘોડાસર-ઈશનપુર વસ્ત્રાલ સહિતના વિસ્તારોમા વરસાદી ઝાપટા#Ahmedabad #navratri2022 #ahmedabadrain #ahmedabadrains #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/dRjibA1gly— Hum Dekhenge News (@humdekhengenews) September 26, 2022
તેમજ સીટીએમ વટવા-ઘોડાસર-ઈશનપુર વસ્ત્રાલ સહિતના વિસ્તારોમા વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. નવરાત્રિની ઉજવણી માટે તૈયાર કરવામાં આવેલા મંડપો પણ ભીંજાયા હોવાથી ગરબા રસીકોનો ઉત્સાહ શાંત રહ્યો છે.
આ પણ વાંચો : વરસાદ બની શકે છે નવરાત્રિમાં ‘વિઘ્ન’, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ ?
બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે ગરબા આયોજકો ચિંતામાં પડી ગયા છે. સુરત જિલ્લામાં વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. ઓલપાડ, કરમલા,માસમાં,સહિતનાં ગામોમાં વરસાદ પડી રહ્યો છે.