ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદની શરૂઆત, આ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ

Text To Speech

રાજ્યના કેટલાંક ભાગોમાં વરસાદી માહોલ ફરીથી શરૂ થતો હોય તેવું હવમાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છામાં વરસાદ પડી શકે છે. તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર, અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેશે જ્યારે 6 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે તેમજ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉ.ગુજરાતમાં પણ વરસાદી માહોલ

જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે. ઉપરાંત વાદળછાયુ વાતાવરણ રહેશે.તો બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ વરસાદની 70 ટકા આગાહી કરવામાં આવી છે. તેમજ ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે. જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 32 નોંધાશે.

શહેરવાસીઓને બફરાથી રાહત મળશે

ખાસ કરીને દ.ગુજરાતમાં ભરૂચમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ દિવસ દરમિયાન 80 ટકા વરસાદની આગાહી કરવામા આવી છે. જ્યારે સુરત અને નવસારી વલસાડ અને અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાંની સાથે વરસાદ વરસી શકે છે. જોકે 4 ઓગસ્ટના અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.સુરતમાં ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 31 જોવા મળશે.તો 50 ટકા વરસાદ પડવાની સંભાવના સેવાઈ રહી છે.

આ પણ વાંચો : માઉન્ટ આબુમાં ત્રણ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ, લોઅર કોદરા બંધ ઓવરફ્લો

સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

સૌરાષ્ટ્રના અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ 80 ટકા વરસાદ થવાની સંભાવના છે. તો ગીર સોમનાથમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 30 રહેશે. જામનગરના હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ દિવસ દરમિયાન હળા વરસાદની આગાહી કરવામાં આવી છે.જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 34 રહેશે.

મધ્ય ગુજરાતમાં કેવો રહેશે ?

જ્યારે મધ્ય ગુજરાતમાં આણંદમાં મોટા ભાગે વાદળ છાયુ વાતાવરણ રહેશે.જ્યાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ દિવસ દરમિયાન 80 ટકા વરસાદ થવાની શક્યતા છે.બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ શહેરમાં 80 ટકા જેટલી વરસાદ થવાની શક્યતા છે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Back to top button