ગુજરાતટોપ ન્યૂઝ

8મી જૂનથી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી, બે ત્રણ દિવસ બાદ રાજ્યમાં તાપમાન પણ ઘટશેઃ હવામાન વિભાગ

Text To Speech

થોડાં દિવસની રાહત બાદ છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં ફરી કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. પરંતુ હવામાન વિભાગે એક સારા સમાચાર આપતા આગાહી કરી છે કે, 8 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આજથી 2થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે, તેમજ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે છે.

નવસારી-વલસાડ અને અમરેલી-ગીર સોમનાથમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 8 જૂનથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણમાં વરસાદની શક્યતાઓ છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતથી ભેજવાળા પવન આવતા વરસાદી માહોલ સર્જાઇ શકે છે.

બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ તાપમાન 43 ડિગ્રી સુધી જોવા મળી શકે છે. જ્યારે બે દિવસ બાદ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દેશમાં સારા ચોમાસાની એંધાણ મળ્યા છે. હવામાન વિભાગે આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધીમાં દેશમાં 103 ટકા વરસાદની આગાહી કરી છે.

Back to top button