‘મૈંડૂસ’ ચક્રવાતનો દક્ષિણ ભારતમાં ખતરો, તમિલનાડુના 13 જિલ્લામાં રેડ એલર્ટ


દક્ષિણ- પૂર્વ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા તમિલનાડુંમાં ફરી એકવાર વરસાદે તબાહી મચાવી છે. બંગાળ ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ડીપ પ્રેશરમાં ફેરવાઈ ગયું છે. ત્યારે આજે આરબ અમીરાત દ્વારા આપવામાં આવેલ ‘મૈંડૂસ’ નામક ચક્રવાત હવે વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે. અને ગુરુવારે ઉત્તર તમિલનાડું, પુડુચેરી અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે પહોંચશે, જેના કારણે ભારે વરસાદની શક્યતાઓ જણાઈ રહી છે.
ભારે વરસાદની શક્યતા
IMDએ કહ્યુ કે, અંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહમાં મંગળવારે સામાન્ય કે મધ્યમ વરસાદ પડવાની શક્યાતાઓ જોવા મળી રહી છે. ત્યારે 8મી ડિસેમ્બરે ઉત્તરી તમિલનાડું અને પુડુચેરીમાં અલગ- અલગ સ્થળો પર ત્રણ દિવસ ભારેથી ખૂબ ભારે વરસાદની શક્યતાઓ છે. કોઈ પણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે તેની સંપૂર્ણ તૈયારી કરી દીધી છે. જેના માટે NDRFની 6 ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો:આગામી 5 દિવસ કાતિલ ઠંડી પડી શકે છે, રાજ્યના હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી
13 જીલ્લામાં રેડ એલર્ટ
તમિલનાડુમાં ફરી એકવાર વરસાદે તબાહી મચાવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર ડીપ પ્રેશરમાં ફેરવાયું છે. ત્યારે IMD તમિલનાડુના વિલ્લુપુરમ, ચેંગલપટ્ટ સહિતના 13 જીલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. 2016થી દર ડિસેમ્બરમાં તમિલનાડુમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રાજ્યમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરાતા NDRFની 6 ટીમ તૈનાત કરવામાં આવી છે