ગુજરાતટોપ ન્યૂઝ

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 77 તાલુકામાં વરસાદ, સૌથી વધુ પ્રાંતિજમાં સાડા ત્રણ ઇંચ

Text To Speech
  • રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં કુલ સરેરાશ 23.40 ટકા વરસાદ નોંધાયો
  • આજે સાત જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, ચાર જિલ્લામાં યલો એલર્ટ

અમદાવાદ, 09 જુલાઈ : રાજ્યમાં થોડા દિવસોથી વરસાદ જોર ઘટ્યું છે. પરંતુ તાજેતરમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થઇ હોવાથી ઘણા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેને પગલે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 77 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સૌથી વધુ પ્રાંતિજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં તલોદમાં બે ઈંચ તો રાજકોટના લોધિકામાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. ભૂજ અને નખત્રાણામાં એક-એક ઈંચ, વલસાડના વાપીમાં, કપરાડામાં, સુરત શહેરમાં અને ડાંગના આહવામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. મોરબીના ટંકારામાં, ડાંગના વઘઈમાં, જૂનાગઢ શહેરમાં, ધ્રોલમાં અને કાલાવડમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો : ગુજરાતમાં હૃદય સંબંધિત બીમારીના આંકડા જાણી રહેશો દંગ

રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 23.40 ટકા

હવામાન વિભાગના આંકડા અનુસાર રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં કુલ સરેરાશ 23.40 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સીઝનનો અત્યાર સુધીમાં 30.57 ટકા, કચ્છ ઝોનમાં 26.87 ટકા, દ.ગુજરાત ઝોનમાં 27.08 ટકા અને મ.ગુજરાત ઝોનમાં 15.15 ટકા વરસાદ તથા ઉત્તર ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 16.32 ટકા વરસાદ નોંધાયો છે.

આજે સાત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

આજે ગુજરાતના સાત જિલ્લા અને બે સંઘ પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં આજે વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. તો સુરત, નવસારી અને વલસાડમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : કઠુઆમાં થયેલ આતંકી હુમલાની જવાબદારી કાશ્મીર ટાઈગર્સે લીધી, પત્ર જારી કરી જુઓ શું કહ્યું ?

Back to top button