ગુજરાત

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 36 તાલુકામાં વરસાદ, આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

Text To Speech

વાતાવરણમાં પલટો આવતા રાજ્યમાં સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે ગુજરાતના હવામાનને લઇને વધુ એક આગાહી સામે આવી છે. જેમાં હવામાન વિભાગે હજુ આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે.

વરસાદ -humdekhengenews

છેલ્લા 24 કલાકમાં 36 તાલુકાઓમાં વરસાદ

રાજ્યમાં હાલ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 36 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લામાં નોંધાયો છે. ભાવનગરમાં છેલ્લા 24 કલાકમાં 1.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે ગઈ કાલે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. ત્યારે આજે રાજકોટ, જુનાગઢ, અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.

વરસાદ-humdekhengenews

આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના ઉત્તર તથા સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં વસસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકા અને કચ્છ સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. ત્યારે કમોસમી વરસાદની સાથે સાથે પ્રતિ કલાકે 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ કરવામા આવી છે.

વરસાદ -humdekhengenews

 

સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોને નુકસાન

મહત્નું છે કે સાયક્લોન સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વિવિધ વિસ્તારમાં છેલ્લા 10-15 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયું છે. છેલ્લા કેટલાક દિવસથી સતત વરસી રહેલા કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.

આ પણ વાંચો : વલસાડમાં વંદે ભારત ટ્રેનને નડ્યો અકસ્માત, ગાય અડફેટે આવી જતા ટ્રેનને નુકસાન

Back to top button