ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં વરસાદી જોર ઘટ્યું પણ દરિયામાં ડીપ ડિપ્રેશનની સ્થિતિ, શું હવામાન વિભાગની આગાહી ?

Text To Speech

રાજ્યમાં વરસાદી જોર ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે ત્યારે દરિયામાં કરંટની સ્થિતિ જોવા મળી રહી છે. હાલમાં અરબી સમુદ્રમાં લો-પ્રેશર ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ રહ્યું હોવાથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓના વહીવટી તંત્રોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેના કારણે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય દરમિયામાં પણ કરંટ જોવા મળશે.

આ માટે હવામાન વિભાગ દ્વારા પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથના વહીવટી તંત્રોને કપરી પરિસ્થિતિ માટે તૈયાર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. જોકે, આ ડિપ્રેશન આગામી દિવસોમાં ભારત કે ગુજરાત માટે ખતરો નહીં બને કારણ કે તે ઓમાન તરફ ધસી રહ્યું છે. દરિયામાં કરંટ હોવાના કારણે માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્રની સાથે પોલીસ, ફાયર બ્રિગેડ અને મહેસૂલ વિભાગ પણ ખડેપગે રહેશે. પોરબંદર જિલ્લાના કલેક્ટર એએમ શર્મા જણાવે છે કે, “હાલ, તો હવાનું જોર એટલું બધું નથી. અમે વાવાઝોડું ઉભું થવાની સંભાવના અગે 28 ગામોને સાવચેતી રાખવા માટે જણાવ્યું છે, જો જરુર પડશે તે આફતવાળા સ્થળો પરથી લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાની કામગીરી કરીશું.

Gujarat Rain
File image

હવામાન વિભાગ શું કહી રહ્યું છે?

હવામાન વિભાગ આ અંગે જણાવે છે કે, ડીપ ડિપ્રેશન પોરબંદરથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં 90 કિલોમીટર દૂર છે, જે 70 કિલોમીટરની ઝડપે ઓખાની દક્ષિણ-દક્ષિણપૂર્વ દક્ષિણ નલિયાથી 150 કિલોમીટરના અંતરે છે. જેની આગામી કલાકોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે અસર જોવા મળી શકે છે. આ ડિપ્રેશનના કારણે હવાનું જોર રવિવારે તથા સોમવારે દરિયા કિનારાના વિસ્તારોમાં પ્રતિ કલાક 40-65 કિલોમીટર રહી શકે છે. જ્યારે દરિયો તોફાની બશે.

સેનાએ પણ શરુ કરી છે કામગીરી

મહત્વનું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બની રહેલી બદલાતી વરસાદની પેટર્ન અને ચક્રવાતની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય સેનાએ ભવિષ્યમાં જરૂર પડે તો બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા માટે અમરેલી જિલ્લામાં જગ્યા શોધવાનું શરૂ કરી દીધું છે.

Back to top button