ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત રાજ્યનાં આ વિસ્તારોમાં આજે માવઠાની આગાહી

Text To Speech
  • હવામાન ખાતા દ્વારા કમોસમી વરસાદની આગાહી
  • ગુજરાતના અનેક વિસ્તારોમાં તેજ પવન સાથે વાવાઝોડાની શક્યતા
  • અમદાવાદ અને ગાંધીનગરમાં આવતીકાલે ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં ફરી એકવાર હવામાન ખાતા દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ તેમજ સૌરાષ્ટ્રમાં દ્વારકા અને કચ્છ પંથકમાં આજે માવઠાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગુરુવારનો રોજ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : અતીક અહેમદને લઈ યુપી પોલીસ સાબરમતી જેલ જવા રવાના

આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી, કચ્છ, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં પણ હળવો કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

માવઠાની આગાહી - Humdekhengenews

ખેડૂતોની ચિંતામાં વધારો 

છેલ્લા એક મહિના આ લગભગ ત્રીજીવાર કમોસમી વરસાદની આગાહી છે. અત્યાર સુધીમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન થયુ છે. હજુ તો ખેડૂતોનું દુખ ઓસરાયું નથી. ત્યા ફરા એકવાર માવઠાના સમાચારે તેમની ચિંતામાં વધારો કર્યો છે.

રાજ્યમાં કમોસમી વરસાદની સાથે સાથે તેજ પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં વાવાઝોડા જોવો માહોલ પણ સર્જાય શકે છે. એક અંદાજ મુજબ આ વર્ષે રાજ્યમાં અનેક ગણો કમોસમી વરસાદ પડ્યો છે. જેને કારણે ખેડૂતોનો રવી પાક નિષ્ફળ ગયો છે. તેમજ અમુક વિસ્તારોમાં વધારે વરસાદને કારણે પાક ધોવાય ગયા તો ક્યાંક વીજળી પડવાથી બળી ગયા હતા. આમ આ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોના સ્થીતી કફોળી કરી છે

Back to top button