ટ્રેન્ડિંગસ્પોર્ટસ

રૈના હવે રિટાયર, ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા…

Text To Speech

ભારતીય ક્રિકેટના મીડલ ઓર્ડરના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈના હવે કોઈ પણ ક્રિકેટના ફોર્મેટમાં રમતાં જોવા મળે નહીં. આખરે રૈનાએ ભારતીય ક્રિકેટમાંથી સંપૂર્ણ સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. આ અંગે તેને ટ્વિટ કરીને માહિતી આપી છે. તેમજ ઉત્તર પ્રદેશ ક્રિકેટના અધિકારીઓ દ્વારા પણ માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચો : એશિયા કપ 2022માં ટીમ ઈન્ડિયા માટે કરો યા મરો નો મુકાબલો, આજે શ્રીલંકા સામે ટકરાશે

એક રિપોર્ટ અનુસાર, હવે રૈના હવે ભારતીય ક્રિકેટનો હિસ્સો નહીં હોય. એટલે કે તેણે અહીં હવે પોતાની સફર સમાપ્ત કરી લીધી છે. જોકે સુરેશ હજુ મેદાનથી દૂર રહેશે નહીં, કારણ કે તે વિદેશી ક્રિકેટ લીગમાં રમતો જોવા મળી શકે છે. આ માટે એનઓસી મેળવી હોવાનુ પણ અહેવાલમાં જણાવ્યુ છે, જેની જાણ બોર્ડના સચિવ જય શાહને કરી દેવાઈ છે.

અહેવાલ મુજબ તેનો દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને યુએઈની ટી20 લીગ માટે પણ સંપર્ક કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં ચેન્નાઈ સુપ કિંગ્સની પેરેન્ટ કંપની દ્વારા ખરીદવામાં આવેલ ટીમનો હિસ્સો રૈના બની શકે એવી પણ સંભાવના છે. આગામી 10 સપ્ટેમ્બરથી શરુ થઈ રહેલી રોડ સેફ્ટ વર્લ્ડ સિરીઝનો તે હિસ્સો હશે. આ માટે તે પાછળના એક સપ્તાહ થી પ્રેક્ટીસ કરી રહ્યો છે.

ધોની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃત્તી લીધી હતી

રૈનાએ વર્ષ 2020 માં 15 ઓગષ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર કરિયરથી નિવૃત્તી લઈ લીધી હતી. એ દિવસે દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીએ પણ નિવૃત્તી જાહેર કરી હતી. આમ ધોનીની રિટાયરમેન્ટની જાહેરાતના થોડાક જ સમય બાદ રૈનાએ પણ નિવૃત્તી જાહેર કરી હતી. જોકે બંને ખેલાડીઓએ ઘરેલૂ ક્રિકેટ અને આઈપીએલ માં રમવા માટે ઉપલબ્ધી દર્શાવી હતી.

Back to top button