ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

દુબઈના રણમાં વરસાદે મચાવી તબાહી: એરપોર્ટ થઈ ગયું પાણી-પાણી, ઓમાનમાં 18ના મૃત્યુ

Text To Speech
  • સંયુક્ત આરબ અમીરાત અને તેની આસપાસના દેશોમાં મંગળવારે મુશળધાર વરસાદ પડ્યો
  • દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પાણી-પાણી થઈ જતાં 40થી વધુ ફ્લાઈટ્સ પણ કેન્સલ કરવામાં આવી 

દુબઈ, 17 એપ્રિલ: સંયુક્ત આરબ અમીરાત (UAE) અને તેની આસપાસના દેશોમાં મંગળવારે મુશળધાર વરસાદ પડ્યો હતો. સ્થિતિ એવી છે કે UAEમાં દરેક જગ્યાએ પાણી જ પાણી દેખાય રહ્યા છે. પૂરના કારણે અનેક શહેરો જામ થઈ ગયા છે. એટલું જ નહીં પાડોશી દેશ ઓમાનમાં પણ ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે 18 લોકોના મૃત્યુ થયા છે. વરસાદના કારણે આવેલા પૂરની સૌથી વધુ અસર દુબઈ પર પડી છે. જેના કારણે દુબઈના ઘણા રસ્તાઓ, મેટ્રો સ્ટેશનો, શોપિંગ સેન્ટરો તેમજ એરપોર્ટના રનવે પર પાણી ભરાઈ ગયા છે. જેથી માર્ગ અને હવાઈ વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પાણી-પાણી થઈ ગયું છે. જેના કારણે 40થી વધુ ફ્લાઈટ્સ પણ કેન્સલ કરવામાં આવી છે. રહેવાસીઓને તેમના ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવી છે, શાળાઓએ ઓનલાઈન ફોર્મેટમાં સ્વિચ કરવામાં આવ્યું છે.

આ પહેલા સોમવારે દુબઈ પોલીસે લોકોને ખરાબ હવામાન અંગે ચેતવણી આપતી જાહેર સુરક્ષા એડવાઈઝરી જારી કરી હતી. UAEના હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન દુબઈ, અબુ ધાબી સહિત ઘણા મોટા શહેરોમાં ભારે વરસાદ અને કરા પડવાની ચેતવણી આપી છે. UAEના નેશનલ સેન્ટર ઓફ મીટીયોરોલોજી (NCM)એ જણાવ્યું છે કે, મંગળવાર બપોરથી બુધવારની સવાર (17 એપ્રિલ) સુધી ખરાબ હવામાનની બીજી લહેર પશ્ચિમી વિસ્તારોમાંથી શરૂ થઈ શકે છે અને દેશના ઘણા વિસ્તારોમાં ફેલાઈ શકે છે.

બુધવાર સુધી હવામાન ખરાબ રહેવાની ધારણા 

ઓમાનના વિવિધ ભાગોમાં રવિવારે (14 એપ્રિલ) અને સોમવાર (15 એપ્રિલ)ના રોજ અચાનક પૂરને કારણે ઓછામાં ઓછા 17 લોકોના મૃત્યુ થયા હતા, એમ દેશની રાષ્ટ્રીય ઇમરજન્સી વ્યવસ્થાપન સમિતિએ જણાવ્યું હતું. દેશના જુદા જુદા ભાગોમાં વિવિધ તીવ્રતા સાથે વરસાદ ચાલુ રહ્યો હતો. ત્યારે બુધવાર સુધી હવામાન ખરાબ રહેવાની સંભાવના છે.

 

આ પણ જુઓ: છત્તીસગઢના કાંકેરમાં મોટું એન્કાઉન્ટર, ટોચના નક્સલી કમાન્ડર સહિત 29 ઢેર

Back to top button