દેશના ઘણા ભાગોમાં છેલ્લા સપ્તાહથી આકરી ગરમી પડી રહી છે. ઘણા સ્થળોએ છેલ્લા ઘણા દિવસોથી ગરમીની સ્થિતિ યથાવત છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. ઘણી જગ્યાએ તાપમાન સામાન્ય કરતા વધારે છે. દિલ્હી-NCRમાં પણ આકરી ગરમી પડી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી તાપમાનનો પારો સતત સામાન્યથી ઉપર રહ્યો છે. જો કે આમાં થોડી રાહત મળવાની આશા છે. દિલ્હી-NCR સહિત અનેક સ્થળોએ ભારે પવન સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 16 થી 18 મે દરમિયાન રાજસ્થાન પર ચક્રવાતી પવનોને કારણે, રાજસ્થાન, દિલ્હી સહિત સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારતમાં ધૂળવાળા પવનો ફૂંકાઈ શકે છે. તેનાથી લોકોને ગરમીમાં થોડી રાહત મળી શકે છે.
આ પણ વાંચો : કાળઝાળ ગરમીને કારણે એક સપ્તાહથી રાજ્યમાં ઈમરજન્સી કેસોમાં આટલો વધારો થયો !
બીજી તરફ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશના વિસ્તારોમાં ગરમીનું મોજું યથાવત રહેશે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા સહિત અનેક જગ્યાએ ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે. દરમિયાન, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં આજથી આગામી કેટલાક દિવસો સુધી હળવાથી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. બીજી બાજુ, 19 મેથી, આ વિસ્તારોમાં હવામાનની પેટર્નમાં ફેરફાર થવાની સંભાવના છે. જે બાદ ત્યાંના લોકોને ગરમીના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચો : ઓમકારેશ્વરમાં હોડી પલટી જતાં ભાવનગરના 6 લોકો ડૂબ્યા, એક બાળકનું મોત
હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટની આગાહી અનુસાર, ઉત્તર-પૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ અને એક કે બે ભારે વરસાદની શક્યતા છે. તો બીજી તરફ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીના ભાગોમાં ધૂળની આંધી સાથે હળવો વરસાદ થઈ શકે છે. બિહારમાં પણ ઘણી જગ્યાએ હળવા વરસાદ સાથે એક-બે જગ્યાએ હળવા વરસાદની શક્યતા છે. ઓડિશા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશના ભાગોમાં ગરમીની લહેર પ્રવર્તી શકે છે.