નાગરિકો પર વરસાદી પાણી ઉડાડવાની ઘટના: સીએમ યોગીનું આકરું વલણ, સજા કરવા પ્રતિબદ્ધ
લખનૌ, 01 ઓગષ્ટ: બુધવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એક મહિલા સાથે અભદ્રતાનો મામલો સામે આવ્યો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાણીમાં પદયાત્રીઓ સાથે ગેરવર્તન અને છેડતીના મામલામાં કડક કાર્યવાહી કરી છે. આ કેસમાં ડીસીપી, એડીસીપી અને એસીપીને હટાવી દેવામાં આવ્યા છે. તેમજ ગોમતી નગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય પોસ્ટ પર તૈનાત તમામ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બાઇક પર સવાર મહિલાની છેડતીના કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. બાકીની શોધખોળ ચાલી રહી છે.
ગોમતી નગરમાં છેડતીની ઘટનાને લઈને સીએમ યોગી આદિત્યનાથ એસેમ્બલીમાં નારાજ દેખાયા, તેમણે કહ્યું, ‘અમે જવાબદારી નક્કી કરી છે. પહેલો આરોપી પવન યાદવ છે, બીજો અરબાઝ છે. આ સદ્ભાવના વાળા લોકો છે. ચિંતા કરશો નહીં, તેમના માટે બુલેટ ટ્રેન દોડશે.
‘इनके लिए ‘बुलेट’ ट्रेन चलाएंगे..’
गोमती नगर में छेड़छाड़ की घटना को लेकर विधानसभा में गुस्से में दिखे CM योगी, कहा ‘हमने जवाबदेही तय की है. पहला आरोपी पवन यादव, दूसरा अरबाज़. ये सद्भावना वाले लोग हैं. चिंता मत करो, इनके लिए बुलेट ट्रेन चलेगी.’ #GomtiNagar । #Lucknow । #CMYogi… pic.twitter.com/nxPnqKHjDp
— NDTV India (@ndtvindia) August 1, 2024
શું છે મામલો?
વાસ્તવમાં બુધવારે લખનૌમાં વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. તાજ હોટલ પાસેના રસ્તાઓ પર પણ પાણી ભરાયા હતા. રસ્તા પર ભરાયેલા પાણીમાં કેટલાક લોકો મજા માણી રહ્યા હતા. આ લોકોએ બાઇક પર પસાર થઇ રહેલા યુવક અને યુવતી સાથે અભદ્ર વર્તન કર્યું હતું. તોફાની તત્વોએ બાઇક પર સવાર યુવક-યુવતી પર પાણી છાંટ્યું હતું. અને બાઇકને પાછળથી પકડીને ખેંચવાનું શરૂ કર્યું હતું.
સીએમ યોગીની કાર્યવાહી
બુધવારે ઉત્તર પ્રદેશના ગોમતીનગરમાં મરીન ડ્રાઈવ પાસે પુલની નીચે ભરાયેલા પાણીમાં હંગામો મચાવનારા બદમાશોએ તેના મિત્ર સાથે બાઇક પર જઈ રહેલી યુવતી સાથે અભદ્ર વ્યવહાર કરી છેડતી કરી હતી. હવે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે, અને આ કેસમાં ઘણા પોલીસ કર્મચારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
View this post on Instagram
પોલીસ મહાનિર્દેશક પ્રશાંત કુમારે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે 31 જુલાઈના રોજ, તાજ હોટલ નજીક ગોમતી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા અંડરપાસ પાસે વરસાદને કારણે પાણી ભરાઈ ગયું હતું અને કેટલાક બેકાબૂ તત્વોએ રાહદારીઓ અને વાહનચાલકો સાથે ગુંડાગીરી અને અન્ય વાંધાજનક કૃત્યો કર્યા હતા. પ્રવૃતિના સંદર્ભમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ સાથે સ્થાનિક વરિષ્ઠ પોલીસ અધિકારીઓને હટાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્થાનિક ઈન્સ્પેક્ટર ઈન્ચાર્જ, ચોકીના ઈન્ચાર્જ અને ચોકી પર નિયુક્ત તમામ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જેમને હટાવવામાં આવ્યા છે તેમાં પ્રબલ પ્રતાપ સિંહ, અમિત કુમાવત, શશાંક સિંહ, પંકજ કુમાર સિંહ, કૃપા શંકર, રાઘવેન્દ્ર સિંહ, વિકાસ કુમાર જયસ્વાલ અને અંજુ જૈનનો સમાવેશ થાય છે. જે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં ઈન્સ્પેક્ટર ગોમતીનગર દીપક કુમાર પાંડે, ચોકીના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર ઋષિ વિવેક, ઈન્સ્પેક્ટર કપિલ કુમાર, કોન્સ્ટેબલ વીરેન્દ્ર કુમારનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ રેલવે પાટા પર સાયકલથી માંડી ગેસના બાટલા જેવી જોખમી વસ્તુઓ મૂકનાર ગુલઝાર શેખ ઝડપાયો