ચુણેલમાં વરસાદી પાણી ભરાયા, પાણીના નિકાલ માટે ગ્રામપંચાયતમાં રજૂઆત કરતા સરપંચનો તૂમાખી ભર્યો જવાબ
રાજ્યમાં વરસાદની ધોધમાર બીજી ઈનિંગ ચાલી રહી છે. ત્યારે આ બીજી ઈનિંગમાં મેઘરાજાની ધમાકેદાર બેંટીગ જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમા પાણી ભરાવાની સમસ્યાઓ ઉભી થઈ રહી છે. ત્યારે આ વચ્ચે મહુધા તાલુકાના ચુણેલ ગામમાં પણ ભારે થતા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે સ્થાનિક લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આ અંગે ગામ લોકોએ સરપંચને રજૂઆત કરતા સરપંચે ઉદ્ધત જવાબ આપતા ગ્રામજનો રોષે ભરાયા છે.
ચુણેલ ગામમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી
મહુધા તાલુકાના ચુણેલ તાબે મુલેસરા ભાથીજી ફળીયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં ત્યાંના 300થી વધુ સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામપંચાયતમાં અનેક વખત મૌખિક રજૂઆતો કરવા છતાં પંચાયત દ્વારા કોઇ જવાબ આપવામાં આવ્યો નથી. આ બાબતે સ્થાનિકો દ્વારા સરપંચને રજૂઆત કરતા સરપંચએ જવાબમાં તેમની પોતાના ખેતરના બોરની મોટર બળી ગયેલ હોય ગ્રામજનોને કાઢવા આવો તેવો ઉદ્ધત જવાબ આપતા ગ્રામજનો વિફર્યા હતા.
ગ્રામજનોની રજૂઆતનો સરપંચે ઉદ્ધતાઇ ભર્યો જવાબ આપ્યો
આ અંગે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ચુણેલ ગામમાં વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં તેના નિકાલ માટે રજૂઆત કરવા તેઓ જ્યારે સરપંત પાસે ગયા હતા ત્યારે સરપંચે ઉદ્ધતાઇ ભર્યો જવાબ આપ્યો હતો.એક બાજુ વરસાદી પાણીનો નિકાલ ન થતા મુશ્કેલીનો સામનો કરી રહેલાં ગ્રામજનો સરપંચ દ્વારા આવા બેજવાબદાર જવાબથી હેરાનીમાં મુકાયા હતા અને આ બાબતની ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની વાત કરી હતી. ત્યાં સ્થાનિક લોકો વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.
આ પણ વાંચો : રાજ્યમાં ક્યારે ઘટશે વરસાદનું જોર ? જૂઓ હવામાન વિભાગે શું કરી આગાહી