- રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી
- રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારે તો ક્યાંક અતિભારે વરસાદ આવશે
- ગુરૂવારના રોજ સુરત, ડાંગ, નવસારી, જુનાગઢ અને ગીરમાં ભારે વરસાદ
સતત બે દિવસથી અમદાવાદ સહિતના વિસ્તારમાં ઉકળાટ વ્યાપી ગયો છે. જેમાં અસહ્ય ઉકળાટના કારણે લોકો તોબાહ પોકારી ઉઠયાં છે. ધોધમાર વરસાદે વિરામ લીધો હોવાથી વાતાવરણમાં બફારો વધ્યો છે. ત્યારે હવે ગુજરાત રાજ્યમાં પાંચ દિવસની વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
આ પણ વાંચો: ગિરનાર પર્વત ક્ષેત્રમાં ગંદકી ફેલાવનાર પાસેથી વસુલાયેલા દંડનો આંકડો જાણી રહેશો દંગ
રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારે તો ક્યાંક અતિભારે વરસાદ આવશે
અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદે વિરામ લીધો હોવાથી વાતાવરણમાં બફારો વધ્યો છે. છેલ્લા બે દિવસથી વધી રહેલા અસહ્ય ઉકળાટના કારણે લોકો તોબાહ પોકારી ઉઠયાં છે. બફારાથી શહેરીજનો પરસેવે રેબઝેબ થયાં છે. બીજી તરફ ગુરુવારથી આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ શુક્રવારના રોજ ભારે વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે.
ગુરૂવારના રોજ સુરત, ડાંગ, નવસારી, જુનાગઢ અને ગીરમાં ભારે વરસાદ
હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, ગુરૂવારના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ અને ગીરમાં ભારે વરસાદ પડશે. શુક્રવારના રોજ વલસાડ, અમરેલી અને ગીર સોમનાથ તેમજ સુરત, નવસારી, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં અતિભારે જ્યારે પાટણ, અમદાવાદ, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ અને મોરબીમાં ભારે વરસાદ પડવાના સંકેતો અપાયાં છે.
રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી
રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આવતીકાલથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તથા 7 અને 8 જુલાઇએ ભારે વરસાદ થવાની શક્યતા છે. તેમજ અમદાવાદમાં 6, 7 જુલાઇએ વધુ વરસાદની આગાહી સાથે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.
જુનાગઢનાં મેંદરડામાં 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો
શનિવારના રોજ નવસારી, વલસાડ, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદ જ્યારે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, પોરબંદર, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. બે દિવસથી સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં મંગળવારે ગીર સોમનાથનાં તાલાલામાં 3 ઈંચ જ્યારે રાજકોટનાં જામકંડોરણા અને જુનાગઢનાં મેંદરડામાં 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.