ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં આગામી 3 કલાક વરસાદની આગાહી, જાણો ક્યા ખાબકશે ભારે મેઘ

  • બનાસકાંઠા, પાટણ, દ્વારકામાં ભારે વરસાદની આગાહી
  • અમદાવાદ, ભરૂચ, પંચમહાલ, આણંદમાં વરસાદ આવશે
  • વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી

ગુજરાત રાજ્યમાં આગામી 3 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેથી તંત્ર દ્વારા સમગ્ર તૈયારીઓ કરી લેવામાં આવી છે. તેમજ પોરબંદર, સાબરકાંઠા, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે.

આ પણ વાંચો: અમદાવાદની સરકારી હોસ્પિટલમાં જિનેટીક રોગોનું નિદાન-ઉપચાર શરૂ, જાણો કેવી રીતે મળશે સુવિધા 

અમદાવાદ, ભરૂચ, પંચમહાલ, આણંદમાં વરસાદની આગાહી

અમદાવાદ, ભરૂચ, પંચમહાલ, આણંદમાં વરસાદની આગાહી છે. તથા વડોદરા, રાજકોટ, જામનગર, બોટાદમાં ભારે વરસાદ રહેશે. તેમજ વીજળીના કડાકા તથા ભારે પવન સાથે વરસાદની આગાહી થતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. તેમજ સુરેન્દ્રનગર, મહેસાણા, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો:  પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરે ખાનગી વાહન લઇ જનારા માટે ખાસ સમાચાર 

રાજ્યભરમાં મન મૂકીને મેઘો વરસ્યો છે

આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગની આગાહી છે. રાજ્યભરમાં મન મૂકીને મેઘો વરસ્યો છે. જેમાં અનેક વિસ્તારો પાણી ભરાયા છે. તેથી જનતાને હાલાકી પડી રહી છે. અમદાવાદમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક સારો એવો વરસાદ ખબક્યો છે. તેમજ જુનાગઢના માળીયા હાટીનામાં વરસાદ બાદ ખેડૂતો ખુશખુશાલ છે. તેમજ દીવ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, ખેડા, દહેગામમાં પણ સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ: AMCના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા મિલકતવેરો નહીં ભરનાર બાકીદારો સામે લીધો આકરો નિર્ણય 

12મી તારીખથી વરસાદ સાવ ઘટી જશે

10મી જુલાઈના રાજ્યના હવામાન અંગે આગાહી કરીને ડૉ. મોહંતીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું જોર ઘટી જશે, પરંતુ રાજ્યના અન્ય ભાગોમાં એકાદ જગ્યા પર ભારે વરસાદ રહેવાની શક્યતાઓ છે પરંતુ હળવો વરસાદ રહી શકે છે. આ પછી સમગ્ર ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની સંભાવનાઓ છે. 11 જુલાઈથી વરસાદમાં મોટો ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જોકે, સૌરાષ્ટ્ર સિવાયના એકાદ ભાગમાં ભારે વરસાદ થવાની સંભાવાનાઓ છે. 12મી તારીખથી વરસાદ સાવ ઘટી જશે અને અમુક જગ્યાઓ પર હળવાથી સામાન્ય વરસાદ રહી શકે છે.

Back to top button