ડીસામાં વરસાદી છાંટા અને વાતાવરણમાં ગાઢ ધૂમ્મસ છવાયું
પાલનપુર: બનાસકાંઠામાં આ વર્ષે હજુ શિયાળા જેવી બરાબર ઠંડીનો માહોલ જામ્યો નથી. તેવામાં આજે (શુક્રવારે) વહેલી સવારથી જ ડીસાપંથકમાં વાદળછાયા વાતાવરણથી ધુમ્મસ ઘેરાયું હતું. વહેલી સવારથી ધુમ્મસીયું વાતાવરણ હોવાથી વાહનચાલકોને ઝીરો વિઝિબિલિટી ના કારણે હેરાન થવું પડ્યું હતું.
વાહનચાલકોને ઝીરો વિઝિબિલિટીના કારણે હેરાન
ડીસાપંથકમાં ભર શિયાળે વરસાદી માહોલ સર્જાયો છે.આજે વહેલી સવારથી જ માવઠા સાથે શીતળ ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. કેટલીક જગ્યાએ છુટા છવાયા વરસાદી છાંટા માવઠા અને વાતાવરણમાં ગાઢધૂમ્મસ જોવા મળ્યું હતું. શીતળ ઠંડી સાથે ગાઢ ધુમ્મસને પગલે લોકોએ ઠંડકનો અહેસાસ કર્યો હતો.તો ચાલવા નીકળેલા લોકો એ આહલાદક વાતાવરણનો અનુભવ કર્યો હતો. તો બીજી તરફ હાઇવે રોડ નિકળતાં વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખી મુસાફરી કરવા ફરજ પડી હતી. જ્યારે આ શિયાળામાં ડીસા તેમજ આજુબાજુના પંથકમાં ઠંડી ઓછી રહેતા અને હવે માવઠા જોવો માહોલ સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અને જો આવું જ વાતાવરણ રહેશે તો બટાકા અને જીરાના પાકને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.
આ પણ વાંચો :પાલનપુરમાં ‘ખુશાલ અને તણાવ મુક્ત જીવન’ વિષય પર યોજાયો સેમિનાર