રણજી ટ્રોફી : સૂર્યકુમાર યાદવ હાલમાં ઈજાગ્રસ્ત છે, અને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં સરવાર કરી રહ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં ભારતનો ભાગ છે, અને તે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસમાં સામેલ નથી. પરંતુ નવરાશની આ પળોમાં તે સતત ક્રિકેટ સાથે જોડાયેલો છે. અને તે હાલમાં રણજી મેચનો આનંદ માણી રહ્યો છે.
સૂર્યકુમાર યાદવ પણ મુંબઈ તરફથી રણજી ટ્રોફી રમી રહ્યો છે. હવે જ્યારે તેની ટીમ રણજી ટ્રોફી 2022ની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઉત્તરાખંડ સામે મજબૂત સ્થિતિમાં છે, ત્યારે તેમણે પોતાની ટીમ માટે એક ટ્વિટ કર્યું છે. આ ટ્વીટમાં તેમણે રણજી ડેબ્યૂ કરનાર સુવેદ પારકરની શાનદાર ઇનિંગ્સનો જ ઉલ્લેખ કર્યો નથી, પરંતુ સરફરાઝ ની ઉપરા-ઉપર શાનદાર ઇનિંગ્સ રમવા બદલ ખુશી પણ વ્યક્ત કરી છે. સૂર્યકુમારે લખ્યું, કે સુવેદ પારકરની આ ખૂબ જ ખાસ ઇનિંગ છે, સરફરાઝનું સ્વપ્ન આગળ વધતું જોઈને ખૂબ જ ખુશ છું.
Double hundred on Debut. Special knock Suved parkar. Very happy to see Sarfaraz khan continuing his Dream run. @MumbaiCricAssoc ???? #RanjiTrophy
— Surya Kumar Yadav (@surya_14kumar) June 7, 2022
મુંબઈના બેટ્સમેન સુવેદ પારકરની આ રણજી ડેબ્યૂ મેચ હતી. પહેલી જ ડેબ્યૂ ઇનિંગમાં 252 રન બનાવ્યા હતા. જ્યારે સરફરાઝ ખાને પણ 153 રનની ઇનિંગ રમી હતી. સરફરાઝે આ સિઝનમાં મુંબઈમાં 4 મેચની 5 ઇનિંગ્સમાં 703 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 140.80 હતી. સરફરાઝે આ સિઝનમાં બે સદી સહિત 3 સદી ફટકારી હતી.
સરફરાઝની છેલ્લી 13 ઇનિંગ્સ
રણજી ટ્રોફીની છેલ્લી સિઝનમાં પણ સરફરાઝે જોરદાર બેટિંગ કરી હતી. આ વર્ષે રણજી ટ્રોફી તથા ગત સિઝનમાં તેની 13 ઇનિંગ્સ પર નજર કરીએ તો, તેમણે 1624 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની બેટિંગ સરેરાશ 150થી વધુ રહી છે. આ 13 ઇનિંગ્સમાં, તેમણે ત્રણ વખત ત્રિપલ સદી, બે બેવડી સદી અને 150+ રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 3 ફિફ્ટી પણ કરી છે. આવું જોરદાર પ્રદર્શન રણજી ટ્રોફીમાં ભાગ્યે જ જોવા મળ્યું છે.