ગુજરાતના આ શહેરમાં 100 અને 500 ની નોટનો વરસાદ, જુઓ વિડીયો


લોકડાયરામાં પૈસાની નોટો ઉછાળવામાં આવે તે વાત સામાન્ય છે. પણ હાલમાં એક અલગ પ્રકારની ઘટના સામે આવી છે, જેમાં મહેસાણાના કડી તાલુકામાં અગોલ ગામ ખાતે એક લગ્નના વરઘોડામાં નોટો ઉછળતી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
આ અંગે એક માહિતી અનુસાર, ડી તાલુકાના અગોલનાં પૂર્વ સરપંચના ભત્રીજાના લગ્ન હતા જેમાં પૂર્વ સરપંચ દ્વારા વરઘોડામાં 500 અને 100ની ચલણી નોટોનો ઉછાળી હતી. અગોલ ગામનાં પૂર્વ સરપંચ કરીમભાઈ જાદવના ભત્રીજાના લગ્ન હતા. અને તેમાં વરધોડો કાઢવામાં આવ્યો હતો. આ વરઘોડામાં રુપિયા 500 અને 100 ની નોટ ઉછાળવામાં આવી હતી જે લેવા લોકોમાં દોડાદોડી જોવા મળી હતી.
આ પણ વાંચો : અમદાવાદ-રાજકોટ હાઇવે પર 1400 કિલો ચાંદી સાથે વાહનની લૂંટ કરી અજાણ્યા શખ્સો ફરાર
આ રીતે નોટ ઉછાળતા પૈસા લેવા લોકો પડાપડી કરી રહ્યા હતા સદનસીબે કોઈ અનિશ્ચછનીચ બનાવ બન્યો નહોતો. જોકે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદથી ઘણાં તર્ક-વિતર્ક લાગી રહ્યા છે. તેમજ પૂર્વ સરપંચ અંગે ભારે વિરોધ પણ થઈ રહ્યો છે.