- બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો એહસાસ થશે
- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી
- ભાવનગર, અમરેલીમાં પણ મેઘો વરસવાની શક્યતા
ગુજરાતમાં આગામી 24 કલાકમાં વરસાદની આગાહી છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, અને વલસાડમાં આગાહી કરી છે. સાથે દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલીમાં પણ મેઘો વરસવાની શક્યતા છે.
બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદની સંભાવના
બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદની સંભાવના છે. તથા રાજ્યમાં ચોમાસાની વિદાય સાથે વરસાદ ગાજવીજ સાથે પડશે. જેમાં બે દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ભેજનું પ્રમાણ રહેતા વરસાદ રહેશે. કેટલાક વિસ્તારમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ રહેશે. રાજ્યમાં આગામી 24 કલાક સામાન્ય વરસાદની આગાહી છે. તેમજ ભેજનું પ્રમાણ રહેતા વરસાદ રહેશે. તથા દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. તેમજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણમાં પણ વરસાદની આગાહી છે. અને રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે.
બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો એહસાસ થશે
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ ગીર સોમનાથ, દીવમાં વરસાદ રહેશે. તથા 3 જી ઓક્ટોબરે સુરત, ડાંગ, નવસારીમાં વરસાદ રહેશે. બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બેવડી ઋતુ રહેવાનું અનુમાન છે. અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ભરુચ, ગાંધીનગર, ગીર સોમનાથ, ખેડા, મહેસાણા, પંચમહાલ, સુરેન્દ્રનગર, તાપી જેવા જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, પાટણ, પોરબંદર, સુરત, વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.