ગુજરાતટોપ ન્યૂઝ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની કૃપા યથાવત, અમદાવાદ-કચ્છમાં વરસાદ ખેંચાતા ગરમીનો પારો ફરી 42 ડિગ્રીને પાર થશે

Text To Speech

ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની કૃપા થઈ છે. ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. સુરત, વલસાડ અને ડાંગ, નવસારી અને તાપી, દાદરા નગર હવેલીમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે. બીજી તરફ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદે વિરામ લેતાં ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત નલિયામાં ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયાં છે.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ચીખલીમાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં 70 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ ચીખલીમાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ ડાંગ, સુરત, જૂનાગઢ, અમરેલી, વલસાડ, પોરબંદરમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના તાલુકાઓ હજી કોરાધાકોર છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ ખેંચાતા બફારો વધ્યો છે. આગામી દિવસોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને વટાવી જાય તો નવાઈ નહીં.

છેલ્લા 24 કલાકમાં 70 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ ચીખલીમાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ ડાંગ, સુરત, જૂનાગઢ, અમરેલી, વલસાડ, પોરબંદરમાં સાર્વત્રિક વરસાદ થયો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં માત્ર 6.5 ટકા જ વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં થયો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 7.89 ટકા વરસાદ વરસ્ચો છે. જ્યારે દક્ષિણ ઝોનની વાત કરીએ તો 6.56 ટકા વરસાદ થયો છે. સૌથી ઓછો વરસાદ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં થયો છે. કચ્છમાં 3.33 ટકા અને ઉત્તર ગુજરાતમાં 3.77 ટકા વરસાદ થયો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 4.67 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કુલ વરસાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં માત્ર 6.5 ટકા જ વરસાદ નોંધાયો છે.

29 જુનથી ચોમાસુ આગળ વધવાની શક્યતા
હવામાન વિશેષજ્ઞોનું કહેવું છે કે, અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચી લાવતા વાદળ ન રચાતા ચોમાસું ખેંચાયું છે. ભેજવાળા પવનોને અભાવે વાદળો રચાઇને વિખેરાઇ જાય છે. 29 જૂનથી સમગ્ર રાજ્યમાં ચોમાસું આગળ વધવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. 3 જુલાઈ સુધીમાં અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સારો વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં 22 જુનને બદલે 29 જુનથી ચોમાસુ આગળ વધવાની શક્યતા છે. શુક્રવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.5 ડિગ્રી વધીને 40.3 ડિગ્રી નોંધાયું હતું.

Back to top button