ઉત્તર ગુજરાતગુજરાત

રાજસ્થાન માં વરસાદ : અમીરગઢ પાસેનો ચેકડેમ છલકાયો

Text To Speech

બનાસકાંઠા:-બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદી માં નોંધપાત્ર પાણી આવ્યું છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પાસેના ચેકડેમમાં જળસ્તર વધતા ચેકડેમ છલકાયો હતો.અને ઉપરથી પાણી વહેવા માંડ્યું હતું. બનાસ નદીનું આ પાણી સીધું દાંતીવાડા ડેમમાં આવશે.

અમીરગઢ ના ચેકડેમ નો ફોટો

અમીરગઢ તાલુકામાં થી પસાર થતી અને બનાસવાસી ઓ માટે જીવાદોરી સમાન ગણાતી બનાસનદી માં રાજસ્થાનના ઉપરવાસમાં નોંધપાત્ર વરસાદને લીધે પાણીના પ્રવાહ માં વધારો થતાં ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. બનાસનદી રાજસ્થાનમાંથી નીકળે છે અને અમીરગઢ નજીકથી ગુજરાતમાં પ્રવેશ કરે છે.તેમજ નદીમાં વહેતા પાણીનો સંગ્રહ જિલ્લાના દાંતીવાડા ડેમમાં થાય છે.ત્યારે બનાસનદી માં પાણીનો પ્રવાહ વધતા તેમજ અમીરગઢ નજીકનો ચેકડેમ ઓવરફ્લો થતા પાણીનો પ્રવાહ ઇકબાલગઢ ગામથી આગળ દાંતીવાડા ડેમ તરફ આગળ વધતો હોવાથી ખેડૂતો સહિત લોકોમાં આનંદ છવાયો છે.

Back to top button