ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ફરી ચોમાસુ જામ્યું, આ શહેરમાં અતિભારે વરસાદની આગાહી

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ રાજયમાં નાના વિરામ બાદ ફરી ચોમાસુ જામ્યું છે. આજથી 5 દિવસ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વરસાદે પહેલા રાઉન્ડમાં ધબધબાટી બોલાવ્યા બાદ ફરી મેધો મન મુકી વરસવા તૈયાર છે.

ભારે વરસાદની આગાહીઃ હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ રહે તેવી સંભાવના છે. તો આવતી કાલેથી રાજ્યમાં ભારે થી અતિ ભારે વરસાદની શરુઆત થાય તેવી સંભાવના છે. અમદાવાદ શહેરના ઘણા વિસ્તારોમાં કાલે મોડી રાત્રે સારો એવો વરસાદ ખાબક્યો હતો.શહેરના પાંજરાપોળ ચાર રસ્તા, આંબાવાડી, સોલા, એસ. જી હાઈવે સહીતના વિસ્તારોમાં વરસાદે ફરી પધરામણી કરી હતી.

યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુઃ આજે જામનગર, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, છોટા ઉદેપુર, સુરત,નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો આ તરફ વલસાડ,દમણમાં મુશળધાર વરસાદ વરસવાની શક્યતા છે. તો આવતી કાલે અમરેલી,ભાવનગર અને આણંદમાં વરસાદી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તો રાજકોટ,જૂનાગઢ,ગીર સોમનાથ, અમદાવાદ,વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા,તાપી, ડાંગ માં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ વરસાદ બોલાવશે ફરી ધબધબાટી, આ તારીખે મેધો વરસશે મન મુકી

Back to top button