- અમદાવાદમાં લોકોએ 78 ટકા ભેજના કારણે ભારે ઉકળાટ અનુભવ્યો
- રાજ્યના 7 શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીને વટાવી ગયો
- સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી
આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં 36 ડિગ્રી ગરમી, 78 ટકા ભેજના કારણે લોકો ઉકળાટથી ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. બિપોરજોય રાજસ્થાનમાં ડિપ્રેશનમાં ફેરવાયું છે હવે નબળું પડી જશે. તેમજ અમદાવાદ શહેરમાં હળવો વરસાદ વરસવાની આગાહી છે.
સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી
બિપોરજોય વાવાઝોડું ગુજરાત પરથી પસાર થઈ ગયું છે. તેમ છતાં હવામાન ખાતાએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની અને ભારે વરસાદની બનાસકાંઠા તથા સાબરકાંઠામાં આગાહી કરી છે. ઉપરાંત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.
રાજ્યના 7 શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીને વટાવી ગયો
બીજી તરફ અમદાવાદ સહિતના રાજ્યના 7 શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીને વટાવી જતા લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. ખાસ કરીને અમદાવાદમાં લોકોએ 78 ટકા ભેજના કારણે ભારે ઉકળાટ અનુભવ્યો હતો. અમદાવાદ શહેરમાં હળવો વરસાદ વરસવાની આગાહી છે. હવામાન ખાતાની આગાહી મુજબ બિપરજોય હવે ડિપ્રેશનમાં ફેરવાયું છે અને પૂર્વ રાજસ્થાન તરફ છે. જ્યાંથી તે પૂર્વ દિશા તરફ આગળ વધીને નબળું પડશે. બીજી તરફ ઉત્તર-પૂર્વ રાજસ્થાન અને તેને સંબંધિત વિસ્તારમાં વેલ માર્કડ લો પ્રેશર ઉભું થયું છે. આગામી 24 કલાકમાં નબળું પડશે.