ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં મેઘમહેર

Text To Speech
  • અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ
  • દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી
  • અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયો વરસાદ રહેશે

ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં મેઘમહેર થઇ છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જેમાં શહેરમાં ઝરમર વરસાદ વચ્ચે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હોય તેવો નજારો જોવા મળ્યો છે. જેમાં એસજી હાઈવે, વસ્ત્રાપુર, સેટેલાઈટ તથા જજીસ બંગલો રોડ પર વરસાદ આવ્યો છે.

આ પણ વાંચો: RBI: બે હજારની 98 ટકા નોટ બેન્કોમાં પરત લેવાઇ, જાણો હજુ કેટલી બાકી

અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયો વરસાદ રહેશે

અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયો વરસાદ રહેશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. જેમાં ગોતા અને રાણીપ, ચાંદલોડિયા, વૈષ્ણવ દેવીમાં વરસાદ છે. તેમજ કાલુપુર, દરિયાપુર, દિલ્હી દરવાજા તથા બાપુનગર, રાયપુર, માણેકચોક અને ઠક્કરનગર, નિકોલ, નરોડામાં ધીમી ધારે વરસાદ આવ્યો છે. તેમજ કૃષ્ણનગર, મણિનગર, નારોલમાં વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે. તેમજ સુરત, નવસારીમાં અતિભારે વરસાદની આગાહી છે.

દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી

વલસાડ, દમણમાં અતિભારે વરસાદની આગાહી સાથે દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. તથા બનાસકાંઠા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયો વરસાદ રહેશે. તથા અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. આવતીકાલથી વરસાદની ગતિમાં વધારો થશે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે વીજળીની માગમાં ખાસ્સો ઘટાડો થયો છે. ઉનાળામાં ગરમીની પરાકાષ્ઠાએ વીજમાગ જે એક સમયે 25 હજાર મેગાવોટ આસપાસ રહેતી હતી, તે હવે ઘટીને આશરે 17 હજાર મેગાવોટ છેલ્લા એક અઠવાડિયાથી રહે છે. ગુરુવારે રાજ્યમાં વીજળીના માગ 17,340 મેગાવોટ જેટલી રહી હતી.

Back to top button