ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ

Text To Speech

રાજ્યમાં મેઘરાજાએ છેલ્લા ચાર દિવસથી જોરદાર બેટિંગ શરુ કરી છે. ત્યારે આજ રોજ અમદાવાદમાં કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસ્યો. બપોર બાદ અચાનક અંધારું છવાઈ ગયું હતું અને કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા. ત્યારબાદ વરસાદ તૂટી પડ્યો હતો.

શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ 

શહેરના ઇસ્કોન, થલતેજ, ગુરુકુળ, બોપલ, અમરાઈવાડી, ઇસનપુર સહિત મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે વાહનચાલકો અટવાયા હતા. અને અંધારું છવાતા વાહનચાલકોને વાહનોની લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના લીધે શહેરીજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

Back to top button