ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકાઓમાં વરસાદ, જાણો સૌથી વધુ કયા થઇ મેઘમહેર
- વિસાવદરમાં 2 ઇંચ, ક્વાંટમાં 1 ઇંચ વરસાદ આવ્યો
- ગીર ગઢડા અને બોડેલીમાં 1-1 ઇંચ વરસાદ પડ્યો
- આણંદ-ખેડા જિલ્લાની નદીઓના જળસ્તરમાં વધારો
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ જાંબુઘોડામાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યારે પાવી જેતપુરમાં 2.5 ઇંચ, જામકંડોરણામાં 2 ઇંચ, છોટા ઉદેપુર અને ઉનામાં 2-2 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ વિસાવદરમાં 2 ઇંચ, ક્વાંટમાં 1 ઇંચ વરસાદ આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આંખોનો રોગ વધ્યો, વાઈરલ કન્ઝક્ટિવાઈટિસને લઈ આરોગ્ય વિભાગે આપી સલાહ
આણંદ-ખેડા જિલ્લાની નદીઓના જળસ્તરમાં વધારો
જાફરાબાદ અને લાઠીમાં 1-1 ઇંચ વરસાદ સાથે ગીર ગઢડા અને બોડેલીમાં 1-1 ઇંચ વરસાદ પડ્યો છે. સતત વરસાદને લઇને આણંદ-ખેડા જિલ્લાની નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. ઉનાળા દરમિયાન પાણીની સ્તર નીચાં ગયાં હતા. જેમા હવે મહીસાગર, સાબરમતી, શેઢી, વાત્રક નદીમાં પાણીનું લેવલ આંશિક ઊંચકાયું છે. ખેડા જિલ્લામાંથી વહેતી નદીઓના જળસ્તરમાં આંશિક વધારો થયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કુદરતી આફતમાં સાડા ત્રણ મહિનામાં મોતનો આંકડો જાણી રહેશો દંગ
મહોર નદીના જળસ્તરમા પણ વધતે-ઓછે અંશે વધારો
ઉપરવાસ તેમજ સ્થાનિક કક્ષાએ ગત દિવસોમા થયેલા સાર્વત્રિક વરસાદને પગલે આણંદ-ખેડા જિલ્લામાંથી વહેતી નદીઓના જળસ્તરમાં આંશિક વધારો થયો છે. ચરોતરમાંથી વહેતી મહિસાગર, સાબરમતી, શેઢી, વાત્રક નદીઓના જળસ્તર ઉનાળુઋતુ દરમ્યાન બાષ્પીભવનના કારણે નીચા ગયા હતા. જોકે ઉપરવાસ તેમજ સ્થાનિક કક્ષાએ થયેલા અનરાધર વરસાદને પગલે નદીઓના જળપ્રવાહમાં વધતો-ઓછો વધારો થયો છે. જેમાં ગત માસની અપેક્ષાએ નદીઓમા પાણીનુ લેવલ આંશિક રીતે વધવા પામ્યુ છે. જેમા સોમવારે બપોરે ડાકોર પાસે શેઢી નદીનુ લેવલ 0.30 મીટરે પહોંચ્યુ છે.
આ પણ વાંચો: સુરતમાં નકલી પાનકાર્ડ તથા માર્કશીટ બાદ નવું કૌભાંડ સામે આવ્યું
તારાપુર પાસેથી વહેતી સાબરમતી નદિમાં નવા નીર આવ્યા
જોકે આગળના વિસ્તારમાં વરસાદી પાણીને લઇને નડિયાદથી ખેડા વચ્ચે શેઢી નદી મોટા પ્રવાહ સાથે વહી રહી છે. જયારે મહિસાગર નદીમાં પણ પાણીનુ લેવલ આંશિક વધતા વણાકબોરી વિયરમા જળસ્તર 219.25 મીટરે પહોંચ્યુ છે. સાથોસાથ અમદાવાદ જિલ્લામાંથી આવતી અને તારાપુર પાસેથી વહેતી સાબરમતી ઉપરાંત ચરોતરની મહત્વની ગણાતી વાત્રક-મેશ્વો, મહોર નદીના જળસ્તરમા પણ વધતે-ઓછે અંશે વધારો થયો છે.