ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં 24 કલાકમાં 234 તાલુકાઓમાં વરસાદ, જાણો કયા કેટલી થઇ મેઘમહેર

Text To Speech
  • ધરમપુરમાં 9 ઇંચ, વિજાપુરમાં 8 ઇંચ વરસાદ પડ્યો
  • ઉમરપાડામાં પોણા 12 ઇંચથી વધુ વરસાદ પડ્યો
  • મોરવા હડફ તાલુકામાં આવેલા હડફ ડેમની સપાટીમાં વધારો થયો

ગુજરાતમાં 24 કલાકમાં 234 તાલુકાઓમાં વરસાદ આવ્યો છે. જેમાં વાપીમાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ વલસાડના કપરાડામાં 12 ઇંચ વરસાદ પડ્યો છે. તથા ધરમપુરમાં 9 ઇંચ, વિજાપુરમાં 8 ઇંચ વરસાદ તથા સોનગઢમાં 7 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે.

ઉમરપાડામાં પોણા 12 ઇંચથી વધુ વરસાદ પડ્યો

પારડીમાં 12 ઇંચ વરસાદ આવ્યો છે. ઉમરપાડામાં પોણા 12 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ખેરગામમાં 10 ઇંચથી વધુ વરસાદ છે. ધરમપુરમાં 9 ઇંચ, વિજાપુરમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે. વલસાડમાં પોણા 8 ઇંચ વરસાદ સાથે સોનગઢમાં 7 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે. ઉમરગામ, છોટાઉદેપુરમાં 7-7 ઇંચ વરસાદ તેમજ વ્યારામાં 6 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે. સુરતના માંગરોળમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. વાંસદામાં પોણા 6 ઇંચ વરસાદ અને કપડવંજમાં પોણા 6 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ સાગબારામાં 5 ઇંચથી વધુ વરસાદ સાથે વઘઇ, આહવામાં 5 ઇંચથી વધુ વરસાદ અને સુબિર, મહેસાણાના કડીમાં 5 ઇંચ વરસાદ આવ્યો છે. બે દિવસના અવિરત વરસાદથી પંચમહાલના હડફ ડેમના ઉપરવાસમાં પાણીની નોંધપાત્ર આવક નોંધાઈ છે.

મોરવા હડફ તાલુકામાં આવેલા હડફ ડેમની સપાટીમાં વધારો થયો

મોરવા હડફ તાલુકામાં આવેલા હડફ ડેમની સપાટીમાં વધારો થયો છે. જેમાં ડેમનું રુલ લેવલ જાળવવા માટે ડેમના 3 દરવાજા 0.3 મીટર ખોલીને 8000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. હડફ ડેમનું રુલ લેવલ 166.2 મીટર છે, જેનું હાલનું લેવલ 165.7 થતાં રુલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવી રહ્યું છે. હડફ નદીમાં પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારમાં આવેલા ખાનપુર, માતરિયા, કડાદરા, મોરવા, ડાંગરીયા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સિવાય તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ મેઘમહેર થઈ છે. ત્યારે વ્યારા અને સોનગઢમાં 4 ઈંચથી વધુ વરસાદ, ઉચ્છલ, વાલોડ, ડોલવણ, કુકરમુંડામાં બે ઈંચ વરસાદ અને સૌથી ઓછો 1 ઈંચ વરસાદ નિઝર તાલુકામાં વરસ્યો છે. ખેતીલાયક વરસાદને લઈને ધરતીપૂત્રો ખુશખુશાલ થયા છે.

Back to top button