ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં 24 કલાકમાં 193 તાલુકાઓમાં મેઘમહેર, જાણો કયા કેટલો થયો વરસાદ

Text To Speech
  • રાજ્યમાં મેઘરાજાની મહેર યથાવત છે
  • સાબરકાંઠાના ઇડરમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ પડ્યો
  • તલોદમાં 5.5 ઇંચ, મોડાસામાં 5.5 ઇંચ વરસાદ આવ્યો

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 193 તાલુકાઓમાં મેઘમહેર થઇ છે. તેમજ રાજ્યમાં મેઘરાજાની મહેર યથાવત છે. સાબરકાંઠાના ઇડરમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ ખાબક્યો છે.  તેમજ તલોદમાં 5.5 ઇંચ, મોડાસામાં 5.5 ઇંચ સાથે લુણાવડામાં 5 ઇંચ, વિરપુરમાં 5 ઇંચ વરસાદ આવ્યો છે.

આ પણ વાંચો: રાજ્યમાં આજથી મેઘનું જોર ઘટશે, પણ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે 

સંતરામપુરમાં 5 ઇંચ, ઉપલેટામાં 4.5 ઇંચ વરસાદ

સંતરામપુરમાં 5 ઇંચ, ઉપલેટામાં 4.5 ઇંચ અને ધનસુરમાં 4.5 ઇંચ, વિસાવદરમાં 4 ઇંચ સાથે દાંતામાં 4 ઇંચ, ડોલવણમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. વિજાપુર, પ્રાંતિજ, ખેરાલુમાં 4-4 ઇંચ વરસાદ સાથે વઘઇ અને ઉમરપાડામાં 3.5 ઇંચ વરસાદ આવ્યો છે. રાજ્યમાં વરસાદની ધોધમાર બીજી ઈનિંગ ચાલી રહી છે. ત્યારે આગામી દિવસોમાં વરસાદનું જોર કેવું રહેશે તેના અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગે જણાવ્યું કે, આજે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે જેની સાથે જ લોકોને થોડી રાહત મળશે.

નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ રહેશે

હિંમતનગર અને બાયડમાં 3.5 ઇંચ વરસાદ સાથે ચીખલી, માળીયા હાટીનામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે. માલપુર, વાંસદા, ખેરગામમાં 3-3 ઇંચ વરસાદ પડ્યો છે. તથા સંખેડા, ગણદેવી, કેશોદ, ઊંઝામાં 3-3 ઇંચ વરસાદ છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યું કે, આગામી 1 દિવસમાં રાજ્યના કેટલાંક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદ રહેશે તેમજ નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ રહેશે.

Back to top button