ગુજરાત

ગુજરાતમાં 24 કલાકમાં 184 તાલુકામાં વરસાદ, જાણો કયા સૌથી વધુ થઇ મેઘમહેર

Text To Speech
  • નડિયાદ, દાંતા અને ડીસામાં પણ 3 ઈંચ વરસાદ પડ્યો
  • મહુધામાં 2.6 ઈંચ, ડોલવણ અને ગોધરામાં 2 ઈંચ વરસાદ
  • પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી

ગુજરાતમાં 24 કલાકમાં 184 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના દાંતીવાડામાં 4 ઈંચ વરસાદ આવ્યો છે. તથા નડિયાદમાં 3 ઈંચ, દાંતા અને ડીસામાં પણ 3 ઈંચ, મહુધામાં 2.6 ઈંચ, ડોલવણ અને ગોધરામાં 2 ઈચ વરસાદ આવ્યો છે.

આ પણ વાંચો: જુનાગઢ: ભારતીય કિસાન સંઘ અને ખેતીવાડી વિભાગો વચ્ચે વિવાદ સર્જાયો

કપડવંજ, સુબિર, અમીરગઢમાં 1.8 ઈંચ વરસાદ

ઉલ્લેખનીય છે કે કપડવંજ, સુબિર, અમીરગઢમાં 1.8 ઈંચ વરસાદ સાથે રાધનપુર, વડગામ અને દિયોદરમાં 1.7 ઈંચ, મહુવા, પાલનપુર, પલસાણા અને પોશિનામાં 1.6 ઈંચ તથઆ વાંસદા, ખેડબ્રહ્મા, ખેડા અને ચિખલીમાં 1.5 ઈંચ તેમજ માતર, હળવદ, લીમખેડા અને ઉમરેઠમાં 1.4 ઈંચ વરસાદથી લોકોને હાલાકી પડી રહી છે.

આ પણ વાંચો: રાજકોટ: પત્ની સાથે છળકપટ અને વિશ્વાસઘાત કરનાર ભરણપોષણ ન ચૂકવનારા પતિને સજા 

બનાસકાંઠાના દાંતીવાડામાં ચાર ઈંચ વરસાદ નોંધાયો

રાજ્યમાં હાલ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત આગામી પાંચ દિવસ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 184 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમા બનાસકાંઠાના દાંતીવાડામાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.

આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી

અમદાવાદમાં આ વર્ષે સિઝનનો અત્યાર સુધીમાં કુલ 24 ઈંચ સાથે 75 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જિલ્લાની વાત કરવામાં આવે તો સૌથી વધુ ધંધુકામાં 110 ટકા તેમજ બાવળામાં સૌથી ઓછો 30 ટકા વરસાદ વરસ્યો છે. શહેરમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

Back to top button