ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં 24 કલાકમાં 176 તાલુકામાં વરસાદ, જાણો કયા સૌથી વધુ થઇ મેઘમહેર

Text To Speech
  • આજે અમદાવાદમાં આખો દિવસ વરસાદી માહોલ રહેશે
  • જામકંડોરણામાં 7 ઈંચ, ઉપલેટામાં 5 ઈંચ વરસાદ
  • સૂત્રાપાડામાં 22 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 176 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે સૂત્રાપાડામાં 22 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. તેમજ વેરાવળમાં 19.5 ઈંચ, તાલાલામાં 12 ઈંચ સાથે ધોરાજીમાં પણ 12 ઈંચ વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર

જામકંડોરણામાં 7 ઈંચ, ઉપલેટામાં 5 ઈંચ વરસાદ

કોડીનારમાં 9 ઈંચ, માંગરોળમાં 8 ઈંચ તેમજ જામકંડોરણામાં 7 ઈંચ, ઉપલેટામાં 5 ઈંચ વરસાદ આવ્યો છે. તથા મેંદરડામાં 4.5 ઈંચ, માળિયા હાટીના અને વાપીમાં 4.5 ઈંચ વરસાદ આવ્યો છે. તથા સુરતમાં પણ 4.5 ઈંચ, પેટલાદમાં 4 ઈંચ સાથે કેશોદમાં 3.5 ઈંચ, લુણાવાડામાં 3.5 ઈંચ તથા દસાડામાં 3 ઈંચ અને વડાલીમાં 2.5 ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ ખેરગામ, વીસાવદરમાં 2.5 અને માણાવદરમાં 2.3 ઈંચ સાથે વલસાડમાં 2 ઈંચ, ઉમરગામ, ડભોઈ, સંખેડામાં 2 ઈંચ મેઘમહેર થઇ છે.

આજે અમદાવાદમાં આખો દિવસ વરસાદી માહોલ રહેશે

ઈડર અને ખેડબ્રહ્મામાં 2 ઈંચ વરસાદ સાથે કડાણામાં 1.7 ઈંચ, બાલાસિનોર અને બારડોલીમાં 1.6 ઈંચ વરસાદ આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યભરમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. અમરેલી, દીવ, જુનાગઢ, ગીર સોમનાથમાં આજે વરસાદનું અનુમાન છે. વલસાડ અને નવસારીમાં પણ આજે ભારે વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર, રાજકોટ, બોટાદ, આણંદમાં સામાન્યથી વધુ વરસાદની આગાહી છે. આજે વડોદરા, ભરૂચ, સુરત, તાપી, અમદાવાદમાં આખો દિવસ વરસાદી માહોલ રહેશે.

Back to top button