ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 120 તાલુકામાં વરસાદ, જાણો કયા કેટલો ખાબક્યો મેઘો

Text To Speech
  • રાજ્યમાં ફરીએકવાર વરસાદી માહોલ સર્જાયો છે
  • ભેંસાણમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો
  • ડીસા પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો

ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 120 તાલુકામાં વરસાદ પડ્યો છે. તેમજ 20થી વધુ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ખંભાતમાં 5 ઈંચ જ્યારે અમદાવાદ શહેરમાં 4.68 ઈંચ વરસાદ પડ્યો છે. જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે.

રાજ્યમાં ફરીએકવાર વરસાદી માહોલ સર્જાયો છે

રાજ્યમાં ફરીએકવાર વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યનાં વિવિધ વિસ્તારમાં દિવસ દરમિયાન હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. ગુરૂવારે દિવસ દરમિયાન રાજ્યનાં કુલ 120 તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમાં 20 થી વધુ તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ગુરૂવાર સાંજ સુધીમાં સૌથી વધુ ખંભાતમાં 5 ઈંચ જ્યારે અમદાવાદ શહેરમાં 4.68 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય નડિયાદ અને ચોર્યાસીમાં 4.64, જલાલપોરમાં 4.24, ભેંસાણ અને સિહોરમાં 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત આણંદમાં 3.40 ઈંચ, તારાપુરમાં 3.36, બોટાદમાં 3.16, ધંધુકામાં 3.04, સંખેડામાં 3, પેટલાદમાં 3, વઢવણમાં 3, જેતપુરમાં 2.64, ઉમરાળામાં 2.64, બરવાળામાં 2.54 વરસાદ વરસ્યો હતો.

ભેંસાણમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો

જૂનાગઢનાં ભેંસાણ પંથકમાં સમી સાંજે વરસાદી માહોલ છવાયો હતો. ત્યારે ભેંસાણમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. ભેસાણ, રાણપુર, પસવાડા, ખારચીયામાં વરસાદી માહોલ છવાયો હતો. ત્યારે બપોરે જૂનાગઢમાં વરસાદનાં બીજા રાઉન્ડની શરૂઆત થઈ હતી. ધોરાજી શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે જમનાવડ, ફરેણી, સુપડીમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમજ ઝાંઝમેર સહિતનાં વિસ્તારમાં પણ વરસાદ શરૂ થતા લોકોએ ઠંડકથી રાહત મેળવી હતી.

બનાસકાંઠાનાં ડીસા પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો

જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ પડતા લોકોએ ઠંડકથી રાહત અનુભવી હતી. ત્યારે ખીરસરા, સ્ટેશન વવાડી, ગુંદાળામાં વરસાદ પડ્યો હતો. તેમજ પીઠડિયા મેવાસા સહિતનાં વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. બનાસકાંઠાનાં ડીસા પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ડીસામાં લાંબા સમય બાદ વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતા લોકોએ ભારે ઉકળાટ બાગ રાહત અનુભવી હતી. ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

Back to top button