ગુજરાતટોપ ન્યૂઝ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 116 તાલુકામાં વરસાદ, જાણો કયા થઇ મેઘમહેર

  • સૌથી વધારે વડોદરાના ડભોઈમાં 2.6 ઈંચ ખાબક્યો
  • લીમખેડા, દાહોદ અને સંખેડામાં 2.4 ઈંચ વરસાદ
  • ધોલેરા અને જાંબુઘોડામાં 2 ઈંચ વરસાદ પડ્યો

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં116 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં સૌથી વધારે વડોદરાના ડભોઈમાં 2.6 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ લીમખેડા, દાહોદ અને સંખેડામાં 2.4 ઈંચ સાથે ધોલેરા અને જાંબુઘોડામાં 2 ઈંચ વરસાદ તથા કઠલાલ, ગરબાડા, વાગરા અને બોડેલીમાં 1.8 ઈંચ વરસાદ આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો કયા થશે જળબંબાકાર 

જેતપુરમાં 1.7 ઈંચ સાથે રાણપુર અને નડિયાદમાં 1.5 ઈંચ વરસાદ

માતર અને પાવી જેતપુરમાં 1.7 ઈંચ સાથે રાણપુર અને નડિયાદમાં 1.5 ઈંચ વરસાદ છે. તેમજ છોટા ઉદેપુર, કવાંટ અને ઘોઘમ્બામાં 1.3 ઈંચ સાથે ગુજરાતમાં આજથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. જેમાં 19-20 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લોકો અનરાધારની રાહ જુવે છે અને મેઘરાજા આચમન કરાવે છે. ત્યારે અમદાવાદમાં લોકો તીવ્ર ગરમી અને ઊંચા ભેજના કારણે ઉકળાટથી ત્રસ્ત છે. જેમાં ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગની આગાહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આંખની બીમારીના દર્દી વધ્યા, બાળકોની ખાસ કાળજી રાખજો 

અમદાવાદ સહિત રાજ્યમાં ત્રીજા રાઉન્ડના વરસાદની આગાહી

અમદાવાદ સહિત રાજ્યમાં ત્રીજા રાઉન્ડના વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. જો કે અમદાવાદમાં લોકો તીવ્ર ગરમી અને ઉંચા ભેજના પ્રમાણના કારણે બફારા અને ઉકળાટથી ત્રસ્ત બન્યા છે. વરસાદના ઝાપટાં કે છાંટા આવે છે તેનાથી ઠંડક થતી નથી. લોકો અનરાધાર વરસાદની રાહ જોઈ રહ્યાં છે અને મેઘરાજા આચમનમાં અપાતા જળ જેટલો વરસાદ પણ વરસાવતા નથી. હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે.

દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે

તા.18ના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. અન્યત્ર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તા.19ના રોજ નવસારી અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે ભરૂચ, સુરત, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. તા.20ના રોજ નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી શકે છે. તા.20ના રોજ સુરત, નવસારી, જામનગર, પોરબંદર, દ્વારકામાં ભારે થી અતિ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદ, આણંદ, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે.

Back to top button