ગુજરાતટોપ ન્યૂઝ

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 111 તાલુકામાં વરસાદ, જાણો ક્યા કેટલો ખાબક્યો મેઘો

Text To Speech
  • સૌથી વધારે ગોધરામાં અને માતરમાં 4 ઈંચ વરસાદ
  • આણંદ અને પેટલાદમાં 2.6 ઈંચ વરસાદ આવ્યો
  • માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં સૌથી વધારે ગોધરામાં અને માતરમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. તથા રાજકોટના લોધીકામાં 3 ઈંચ, ડેસરમાં 2.8 ઈંચ આણંદ અને પેટલાદમાં 2.6 ઈંચ, જેસરમાં 2 ઈંચ વરસાદ આવ્યો છે.

સૌથી વધારે ગોધરામાં અને માતરમાં 4 ઈંચ વરસાદ

પંચમહાલના હાલોલ-કાલોલ અને ઉમરેઠમાં 2 ઈંચ વરસાદ આવ્યો છે. તથા આણંદના સોજિત્રા અને સાવલીમાં પણ 2 ઈંચ વરસાદ પડ્યો છે. ઉમરગામ, ઠાસરા, મહેમદાવાદમાં 1.8 ઈંચ સાથે ઠાસરા, સાવલી અને મહુવામાં 1.6 ઈંચ વરસાદથી લોકોને મુશ્કેલી પડી રહી છે. તેમજ ધોધંબા અને ધાનપુરમાં 1.3 ઈંચ વરસાદ સાથે ગળતેશ્વર, વીજાપુર,વડોદરા, નડિયાદમાં 1 ઈંચ વરસાદ આવ્યો છે.

આણંદ અને પેટલાદમાં 2.6 ઈંચ વરસાદ આવ્યો

રાજ્યમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થતા જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, સુરત નર્મદા, તાપી, ડાંગ નવસારી અને મહેસાણા જેવા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમય દરમિયાન હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે. આગામી બે દિવસમાં રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થવાની સંભાવના છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ રહેશે.

માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી કેટલાક દિવસ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

Back to top button