- નવસારી, વલસાડ અને ભરુચમાં 1 ઈંચ વરસાદ આવ્યો
- સૌથી વધુ ભાવનગરના શિહોરમાં પાંચ ઈંચ વરસાદ થયો
- વર્તમાન ચોમાસામાં અત્યાર સુધીમાં 47 ટકાથી વધુ વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના શિહોરમાં પાંચ ઈંચ વરસાદ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના કેટલાક વિસ્તારોમાં છે. જો કે સમગ્ર રાજ્યની વાત કરીએ તો છૂટાછવાયો હળવો વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો: ગુજરાત: દાહોદથી અમરનાથ યાત્રાએ ગયેલા 15 યાત્રાળુઓ કાજીગુંડમાં ફસાયા
વર્તમાન ચોમાસામાં અત્યાર સુધીમાં 47 ટકાથી વધુ વરસાદ
ગુજરાતમાં વર્તમાન ચોમાસામાં અત્યાર સુધીમાં 47 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 112 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 36 ટકા જ વરસાદ વરસ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ પૂર્વ ગુજરાતમાં 34 ટકા જેટલો નોંધાયો છે. રાજ્યમાં આ સિઝનમાં અત્યાર સુધી 47 ટકા વરસાદ નોંધાયો છે. તાજેતરમાં ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યુ છે. જેમાં 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. તેમાં સૌથી વધારે ભાવનગરના સિહોરમાં 5 ઈંચ વરસાદ થયો છે.
આ પણ વાંચો: ગુરૂવારથી વરસાદનુ જોર ઘટવાની સંભાવના, આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
નવસારી, વલસાડ અને ભરુચમાં 1 ઈંચ વરસાદ આવ્યો
સુરતના ઉમરપાડામાં 4 ઈંચ, વાલોડમાં 3.6 ઈંચ, ઉમરાળામાં 3.3 ઈંચ, કપરાડામાં 3.2 ઈંચ, બોડેલીમાં 3 ઈંચ, પલસાણામાં 2.8 ઈંચ, કામરેજ, કવાંટ, બોડેલી અને વ્યારામાં 2.6 ઈંચ, ઉચ્ચલ, સોનગઢ અને માંડવીમાં 2.3 ઈંચ, ઓલપાડમાં 2.8 ઈંચ અને જાંબુઘોડામાં 2.7 ઈંચ, ખાનપુર, ઉમરગામ, ચોર્યાસી અને નસવાડીમાં 2.3 ઈંચ, સુરત, જલાલપોર, કુકરમુંડામાં 2.2 ઈંચ, નવસારી, વલસાડ અને ભરુચમાં 1 ઈંચ વરસાદ આવ્યો છે.