ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં આજે આ વિસ્તારોમા વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી

Text To Speech

રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થશે જેના કારણે કાળઝાળ ગરમીમાં શેકાઈ રહેલા લોકોને ગરમીથી આંશિક રાહત મળશે.ઘણા વિસ્તારોમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગે આજે કેટલીક જગ્યાએ વરસાદની આગાહી કરી છે. અને ઘણા વિસ્તારોમાં પવનની ગતિ 30થી 40 કિમી રહેવાની શક્યતા છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામા આવી છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આજથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.

વરસાદની આગાહી-humdekhengenews

આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના બાકીના જિલ્લાઓ, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સૂકુ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના અમુક વિસ્તારોમાં 40 કિમીની આસપાસ પવન ફૂંકાવાની સંભાવના છે.જેથી હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

ગઈ કાલે આ વિસ્તારમાં ખાબક્યો વરસાદ

મહત્વનું છે કે ગઈ કાલે સાંજે પાટણ અને બનાસકાંઠામાં બુધવારે સાંજે વરસાદ પડ્યો હતો. તેમજ ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું. પાટણમાં બે કલાકમાં જ 9મીમી વરસાદ ખાબક્યો હતો. તેમજ રાધનપુર, સાંતલપુર, હારીજ, સમીમાં પણ ભારે પવન અને કરા સાથે માવઠુ થયુ હતુ.ત્યારે છેલ્લા ઘણા દિવસોના બફારા અને ઉકળાટ બાદ વરસાદી માહોલ છવાઈ જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

આ પણ વાંચો : સુરતમાંથી સાયબર ફ્રોડથી મેળવેલ કરોડો રૂપિયા કબજે કરાયા

Back to top button