ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં મોન્સુન ટ્રફ લાઈન પસાર થતી હોવાથી આ શહેરોમાં વરસાદની આગાહી

  • અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની સંભાવના
  • બનાસકાંઠા જિલ્લા માટે મંગળવારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ
  • અરવલ્લી અને સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરાયુ

ગુજરાતમાં મોન્સુન ટ્રફ લાઈન પસાર થતી હોવાથી આ શહેરોમાં વરસાદની આગાહી છે. જેમાં આજે રાજ્યમાં ભારેથી હળવા વરસાદની આગાહી છે. જેમાં અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. તેમજ મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે.

અરવલ્લી અને સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરાયુ

ઉત્તર ગુજરાતમાં છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. રવિવારે બપોરે મોડાસા અને ધનસુરા પંથકમાં પણ વરસાદી ઝાપટુ થયું હતુ. જ્યારે ભિલોડામાં સવારથી નમતી બપોર સુધીમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. જિલ્લા ગ્રામ્યમાં સમગ્ર દિવસ દરમિયાન થોડો સમય ઉઘાડ નીકળી રહ્યો છે અને વચ્ચે-વચ્ચે વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. દરમ્યાન હવામાન વિભાગ દ્વારા હજુ આગામી ત્રણ દિવસ સુધી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ વ્યકત કરવામાં આવી છે. સોમવાર,મંગળવાર અને બુધવાર એક ત્રણ દિવસ સુધી અરવલ્લી અને સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરાયુ છે.

બનાસકાંઠા જિલ્લા માટે મંગળવારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ

બનાસકાંઠા જિલ્લા માટે મંગળવારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ સિવાયના દિવસોમાં બનાસકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ આગામી ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉલ્લેખનીય છે કે,આ વર્ષે પાછોતરા વરસાદે મોટાભાગના વિસ્તારોમાં વરસાદની ઘટ પૂર્ણ કરી દીધી છે. જ્યારે હજુ પણ કેટલાક તાલુકાઓમાં વરસાદની સામાન્ય ઘટ છે તે આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો પૂર્ણ થઈ શકે છે.

અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની સંભાવના

સમગ્ર રાજ્યમાં આજે છૂટોછવાયો વરસાદ નોંધાઇ શકે છે. તેમાં અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની સંભાવના છે. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે. તેમજ મોન્સુન ટ્રફ લાઈન પસાર થતી હોવાથી વરસાદની આગાહી છે. જેમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં હજુ ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહી શકે છે. છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પણ થવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. આ બંને જિલ્લામાં આગામી ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યકત કરવામાં આવી છે.

Back to top button