ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, 14 જિલ્લામા મેઘરાજા બોલાવશે ધડબડાટી

Text To Speech

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમી અને બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જ્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. હવમાન વિભાગ દ્વારા આગામી 24 કલાક વરસાદની આગાહી વ્યક્ત કરવામા આવી છે.

આગામી 24 કલાક વરસાદની આગાહી

ગુજરાતમાં હજુ આગામી 24 કલાક વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દરિયાકિનારાના વિસ્તારોમાં દરિયામાં કરન્ટ જોવા મળી શકે છે. જેથી માછીમારોને દરિયો ખેડવા ન જવાની સૂચના આપવામા આવી છે. તેમજ અન્ય લોકોને પણ દરિયા કિનારે ન જવાની સૂચના આપી છે.

આગાહી-humdekhengenews

આજે 14 જિલ્લમાં પડશે વરસાદ

હવામાન વિભાગે આજે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આજે 14 જિલ્લામાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામા આવી છે. જેમાં અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યું હતુ કે કેટલાંક દરિયાકિનારાના વિસ્તારોમાં દરિયામાં કરન્ટ જોવા મળી શકે છે. હવમાન વિભાગ દ્વારા ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામા આવી છે.

 આ પણ વાંચો : જમ્મુ-શ્રીનગર હાઈવે પર દુઃખદ માર્ગ અકસ્માત, વૈષ્ણોદેવી જતી બસ ખીણમાં પડી, 7થી વધુના મોત

Back to top button