- સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી
- આ વર્ષે ઓગસ્ટ માસમાં નહિવત વરસાદ રહ્યો છે
- 10 સપ્ટેમ્બરથી 20મી સુધી ભારે વરસાદ પડશે
ગુજરાતમાં ગરમીનો પારો 35 ડિગ્રી છતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. તેમજ રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી છે. જેમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત છે. તથા વરસાદ ન થતા ગરમીના પ્રમાણમાં વધારો થશે.
આ પણ વાંચો: ડાકોર મંદિરમાં VIP દર્શન વિવાદ વકર્યો, 3 કલાકની બંધબારણે થયેલ બેઠક નિષ્ફળ
આ વર્ષે ઓગસ્ટ માસમાં નહિવત વરસાદ રહ્યો છે
ઓગસ્ટમાં મોટા ભાગના જિલ્લાનું તાપમાન 35 ડિગ્રી થયુ હતુ. આ વર્ષે ઓગસ્ટ માસમાં નહિવત વરસાદ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના છે. સુરત, વલસાડ, નવસારી, તાપીમાં છૂટોછવાયો વરસાદ રહેશે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ધોધમાર વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, ચોમાસુ હજુ ગયું નથી સપ્ટેમ્બરમાં ગુજરાતમાં વરસાદ પડશે. તારીખ 3થી 10માં હળવો વરસાદ પડશે તો ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે છે. તો 10 સપ્ટેમ્બરથી 20મી સુધી ભારે વરસાદ પડશે. 10થી 14 વચ્ચે અરબ સાગર અને બંગાળની ખાડીમાં પ્રેશર બનતા વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે. તથા ભારે પવન પણ ફૂંકાઈ શકે છે.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી
મજબૂત સિસ્ટમના કારણે ઉત્તર-મધ્ય ગુજરાતના વિસ્તાર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. તો તારીખ 10મી બાદ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે. જે લો પ્રેશરમાં ફેરવાશે જેના કારણે રાજ્યના ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડશે. આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરી છે.