ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો કયા શહેરોમાં આવશે મેઘરાજાની સવારી

Text To Speech
  • ક્યાંક ધીમીધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરશે તેવી શક્તાઓ
  • દ.ગુજરાતના સુરત, નવસારી, વલસાડમાં વરસાદ રહેશે
  • વરસાદની ખેડૂતો માટે રાહતરૂપ આગાહી કરવામાં આવી છે

ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પણ રાજ્યમાં ભારે વરસાદની શકયતા નહિવત છે. જેમાં રાજ્યમાં છુટોછવાયો વરસાદ આવી શકે છે. તેમજ વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા સામાન્ય વરસાદ આવી શકે છે. જેમાં દ.ગુજરાતના સુરત, નવસારી, વલસાડમાં વરસાદ રહેશે.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી, જાણો કયા થશે જળબંબાકાર

ખેડૂતો માટે રાહતરૂપ આગાહી કરવામાં આવી છે

ઉલ્લેખનીય છે કે તાપી, ભરૂચ, દમણ, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, મહીસાગર તથા રાજકોટ, જુનાગઢ, મોરબી, ભાવનગરમાં વરસાદ રહેશે. તેમજ અમરેલી, ગીર સોમનાથ, દ્વારકામાં વરસાદ રહેશે. સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, મોડાસા, પાટણમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં લાંબા સમયથી વરસાદે વિરામ લેતા ખેડૂતો હવે મેઘરાજાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. કારણ કે મગફળી, કપાસ, સહિતના પાકમાં હાલ પાણીની જરૂરિયા ઉભી થઇ છે. આવી સ્થિતિ વચ્ચે ખેડૂતો માટે રાહતરૂપ આગાહી કરવામાં આવી છે.

ક્યાંક ધીમીધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરશે તેવી શક્તાઓ

હવે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં છુટોછવાયો ક્યાંક ધીમીધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે હાલ વરસાદી અંગે કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી સામાન્ય વરસાદનો વાર્તારો દેખાઈ રહ્યો છે. રાજ્યમાં છૂટાછવાયા વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને લઈને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયો વરસાદ પડે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. આજથી સુરત, નવસારી, વલસાડમાં સામાન્ય વરસાદ રહેશે. તેમજ તાપી, ભરૂચ, દમણમાં પણ વરસાદ માહોલ જોવા મળશે.

Back to top button